હવે આ નેતાના જીવન પર આધારિત ફિલ્મ આવશે: ફિલ્મનું પોસ્ટર રિલીઝ
મુંબઇ: રાજકારણ અને ફિલ્મો ક્યારેક તો એક બીજાના પર્યાઇ જ લાગે છે. કારણ કે ઘણાં નેતાઓના જીવન પરથી અત્યાર સુધી ઘણી ફિલ્મો બની છે. ત્યારે હવે વધુ એક નેતાના જીવન પર ફિલ્મ બનવા જઇ રહી છે. અહીં વાત કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીની થઇ રહી છે. નિતીન ગડકરી એ દેશના રાજકારણમાં એક મોટું નામ છે.
ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે માટે સૌથા વધુ સમય કામ કરનારા નિતીન ગડકરીની ઓળખ હાઇવે મેન ઓફ ઇન્ડિયા તરીકેની પણ છે. દેશના વિકાસ માટે કાયમ કટિબદ્ધ રહેનારા નિતીન ગડકરીના જીવન પર આધઆરિત ફિલ્મ ‘ગડકરી’ આ મરાઠી ફિલ્મ જલદી જ પ્રેક્ષકો સામે આવવાની છે.
હાલમાં ગડકરી આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર જાહેર થયું છે. ત્યારે હવે આ ફિલ્મમાં નિતીન ગડકરીનું પાત્ર કોણ ભજવી રહ્યું છે તે જાણવાની પ્રેક્ષકોને આતુરતા છે. આ ફિલ્મના ટ્રેલર અને ટીઝરની પ્રેક્ષકો રાહ જોઇ રહ્યાં છે. આ અંગે ફિલ્મના દિગ્દર્શક અનુરાગ ભુસારીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, નિતીન ગડકરીની રાજકીય કારકીર્દી ખરેખર બિરદાવા યોગ્ય છે.
તેઓ સારા વક્તા, લર્નેડ, સ્ટ્રોંગ, સ્વતંત્ર વિચારધારા રાખનારા, સારા રસ્તાના પ્રણેતા છે. તેમના વ્યક્તિત્વના આ તમામ પાસાઓથી લોકો વાકેફ છે. સમાજ કલ્યાણનો ધ્યેય રાખનારા આ નેતાનું રાજકીય જીવન વિશે ઘણાં જાણતા હશે. જોકે તેમનું વ્યક્તીગત જીવન અને તેઓ યુવાન હતાં ત્યારની વાતો જૂજ લોકો જ જાણે છે. આવા આ નેતાના જીવનનો પ્રવાસ પ્રેક્ષકો સામે લાવવાનો એક નાનકડો પ્રયાસ આ ફિલ્મના માધ્યમથી કરવામાં આવ્યો છે.