દેશમાં પ્રદૂષણ મુદ્દે ગડકરીએ કરી મહત્ત્વની વાત, વિકાસ માટે કરી આ અપીલ...
આમચી મુંબઈ

દેશમાં પ્રદૂષણ મુદ્દે ગડકરીએ કરી મહત્ત્વની વાત, વિકાસ માટે કરી આ અપીલ…

મુંબઈઃ ભારતમાં પ્રદૂષણની સમસ્યા સૌથી મોટી છે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો આ સમસ્યામાં સૌથી મોટો ફાળો છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ડણાવ્યું હતું અને પ્રદૂષણ ફેલાવતા ઇંધણની જગ્યાએ વૈકલ્પિક ઇંધણના સ્રોત શોધવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

પ્રદૂષણ ફેલાવતા ઇંધણ પર નિર્ભર રહેવાને કારણે વર્ષે ઇંધણની આયાત પર બાવીસ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું દબાણ આવે છે તથા પર્યાવરણને નુકસાન થાય તે અલગથી. દેશના વિકાસ માટે સ્વચ્છ ઊર્જાને સ્વીકારવાની બહુ જ જરૂર છે, એમ ગડકરીએ વધુમાં જણાવ્યું હતું.

થાણેમાં ઇકો-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક સાયકલના લોન્ચિંગ વખતે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે શહેરીકરણમાં વધારો થઇ રહ્યો છે તેથી એક ઉત્તમ પરિવહન વિકલ્પ તરીકે સાયકલિંગને પ્રોત્સાહન આપવું જોઇએ.

2030માં ભારત ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ભારત વર્લ્ડ લીડર હશે જેની વૈશ્વિક બજાર પર જોરદાર અસર થશે, એમ તેમણે કહ્યું હતું. આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે પ્રદૂષણ. ટ્રાન્સપોર્ટ સેક્ટરથી જ સૌથી વધુ પ્રદૂષણ થાય છે. ઇલેક્ટ્રિક અથવા વૈકલ્પિક ઇંધણ તરફ વળવું એ ફક્ત પર્યાવરણ માટે જ જરૂરી નથી, પણ આર્થિક વિકાસ માટે પણ જરૂરી છે, એમ ગડકરીએ કહ્યું હતું.

આ પણ વાંચો : સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ

સંબંધિત લેખો

Back to top button