પંચાવન લાખના કોકેઈન સાથે નાઈજીરિયન પકડાયો | મુંબઈ સમાચાર

પંચાવન લાખના કોકેઈન સાથે નાઈજીરિયન પકડાયો

મુંબઈ: સાંતાક્રુઝમાં ડ્રગ્સ વેચવાને ઇરાદે આવેલા નાઈજીરિયાના નાગરિકને પકડી પાડી પોલીસે અંદાજે પંચાવન લાખનું કોકેઈન જપ્ત કર્યું હતું. વાકોલા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ એન્થોની માદુકા ન્વાયઝે (૩૨) તરીકે થઈ હતી.

નાઈજીરિયાનો વતની એન્થોની હાલમાં સાંતાક્રુઝ પૂર્વના કદમવાડી પરિસરમાં રહેતો હતો. પેટ્રોલિંગ પર હાજર વાકોલા પોલીસની ટીમે કદમવાડીની એક ઈમારત નજીકથી એન્થોનીને ે તાબામાં લીધો હતો.

Back to top button