આમચી મુંબઈટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજારમાં વેચવાલીનું બોમ્બાર્ડિંગ ચાલુ: નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે પટકાયો

નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં વેચવાલીનું બોમ્બાર્ડિંગ ચાલુ રહેતા નિફ્ટી ૨૫,૦૦૦ની સપાટી તોડતો ૨૪,૮૦૦ની નીચે ધસી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વલણો અને વિદેશી ફંડોની વેચવાલીના દબાણ વચ્ચે એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ ભારે વેચવાલીને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા.

સતત છઠ્ઠા સત્રમાં ઘટીને સેન્સેક્સ ૬૩૮.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા ઘટીને ૮૧,૦૫૦ની સપાટીએ સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૯૬૨.૩૯ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૮૦,૭૨૬.૦૬ની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી ૨૧૮.૮૫ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૨૪,૭૯૫.૭૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને ટેક મહિન્દ્રાએ સુધારો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો :PSU Stock Crash: પીએમ મોદીએ જે સ્ટોકમાં રોકાણ કરવાની આપી હતી સલાહ, તેમાં થઇ રહ્યો છે વિક્રમી ઘટાડો

પશ્ર્ચિમ એશિયામાં ઇરાનને પાપે ચરમસીમા તરફ આગળ વધી રહેલી લશ્કરી અથડામણોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટના ગણીત ખોરવી નાંખ્યા છે અને તેને કારણે રિસ્કી એસેટ ગણાંતા શેરબજારમાં વેચવાલીનું દબાણ સતત વધવાને કારણે સેન્ટિમેન્ટ કોરવાઇ ગયું છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી પણ બજારનું માનસ ખરડી રહી છે. આ સપ્તાહે મિડલ ઇસ્ટના ટેન્શન ઉપરાંત રિઝર્વ બેન્કની નીતિ, બીજા કવાર્ટરના કંપની પરિણામ સહિતના પરિબળો બજારની ચાલ નક્કી કરશે. એ જ સાથે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને વિધાનસભા ચૂંટણી માટે આઠમી ઓક્ટોબરે થનારી મતગણતરી પર પણ બજારની નજર રહેશે.

વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૦૯ ટકા વધીને ૭૯.૬૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. એશિયાઈ બજારોમાં ટોક્યો, શાંઘાઈ, હોંગકોંગ અને સિઓલ ઊંચા સ્તરે સ્થિર થયા હતા. વોલ સ્ટ્રીટમાં શુક્રવારે સુધારો જોવા મળ્યો હતો.

રોકાણકારો તેમની પોર્ટફોલિયોની સ્થિતિનું પુન:મૂલ્યાંકન કરી રહ્યા છે અને એફઆઇઆઇનો આઉટફ્લો વધી રહ્યો છે. વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ સાથે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો ટૂંકા ગાળામાં સ્થાનિક અર્થતંત્ર માટે વધુ પડકારરૂપ બની રહી છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ શુક્રવારે રૂ. ૯,૮૯૬.૯૫ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એક્સચેન્જ ડેટા અનુસાર રૂ. ૮,૯૦૫.૦૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી.
પાછલા સત્રમાં શુક્રવારે, સેન્સેક્સ ૮૦૮.૬૫ પોઈન્ટ ઘટીને ૮૧,૬૮૮.૪૫ પોઇન્ટની ત્રણ સપ્તાાહની નીચી સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૩૫.૫૦ પોઈન્ટ ઘટીને ૨૫,૦૧૪.૬૦ પર હતો. પાછલા સપ્તાહે સેન્સેક્સ ૩,૮૮૩.૪ પોઈન્ટ્સ અથવા ૪.૫૩ ટકા અને નિફ્ટી ૧,૧૬૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૪.૪૪ ટકા તૂટ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker