National Green Tribunalએ સિડકો અને વન વિભાગને ‘આ’ કારણે ફટકારી નોટિસ

નવી મુંબઈ: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal-NGT)એ નવી મુંબઈના નેરુળ સ્થિત ડીપીએસ ફ્લેમિંગો તળાવ પાસે ફ્લેમિંગોના મૃત્યુ અંગે જાતે દખલ લીધા પછી સિડકો (CIDCO), રાજ્યના વન વિભાગ અને વેટલેન્ડ સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. આ નોટિસ પર્યાવરણીય નિયમોના પાલન સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવે છે.
ખાસ કરીને વેટલેન્ડ (સંરક્ષણ અને વ્યવસ્થાપન) નિયમો, 2017 ની જોગવાઈઓનું પાલન, એનજીટીએ જૈવિક વિવિધતા કાયદો, 2002 અને પર્યાવરણ (સંરક્ષણ) કાયદો, 1986 પર ટિપ્પણી કરી છે. એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયમૂર્તિ અરુણ કુમાર ત્યાગી અને નિષ્ણાત સભ્ય ડૉ. અફરોઝ અહેમદની આગેવાની હેઠળની ખંડપીઠે ફ્લેમિંગો મૃત્યુ કેસ પશ્ચિમ વિભાગને સોંપ્યો હતો અને સુનાવણી માટે 18 જુલાઈ નક્કી કરી છે.
આ પણ વાંચો : Ad એજન્સીએ Illegal hordings હટાવવાની સિડકોની નોટિસને હાઈ કોર્ટમાં પડકારી
એનજીટીએ નોંધ્યું હતું કે પ્રાથમિક અવલોકનોના આધારે ટીએસ ચાણક્ય તળાવના ત્રણમાંથી બે તળાવ સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) દ્વારા નવા બાંધવામાં આવેલા એલિવેટેડ રોડને કારણે અવરોધાઇ ગયા હતા. પરિણામે તળાવમાં પાણી સ્થિર થયું હતું. હકીકત એ છે કે ફ્લેમિંગો સામાન્ય રીતે વહેતા પાણીવાળા વિસ્તારોમાં રહે છે. ફ્લેમિંગોના મૃત્યુ બાદ ચિંતા વ્યક્ત કરી આપવામાં આવેલા તાત્કાલિક પ્રતિભાવને પર્યાવરણવાદીઓએ બિરદાવ્યો છે.