મુંબઈમાં ન્યુ યર પાર્ટી લોહીયાળ બની; આ નજીવી બાબતે થયો ઝઘડો, એકનું મોત…
મુંબઈ: નવા વર્ષની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈકરોએ પણ નવા વર્ષને ધામધૂમ પૂર્વક આવકાર્યું હતું. મીરા રોડ પર એક ન્યૂ યર પાર્ટી લોહીયાળ બની (Clash during new year party Mira Road) હતી, પાર્ટી દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં એક શખ્સનું મોત નીપજ્યું હતું. આ અથડામણ થવા પાછળનું કારણ ચોંકાવનારુ હતું. પાર્ટી દરમિયાન મરાઠી કે ભોજપુરી ગીત વગાડવું એ અંગે ભારે વિવાદ થયો હતો, વિવાદ બાદ થયેલો હોબાળો હિંસક બની ગયો હતો.
આ પણ વાંચો : શોકિંગઃ નવી મુંબઈમાં GRPના હેડ કોન્સ્ટેબલની ઘાતકીપણે હત્યા
એક અહેવાલ અનુસાર નવા વર્ષની રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મ્હાડા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. મ્યુઝિક સિસ્ટમના ઉંચા અવાજ અને ગીતોને બાબતે પાર્ટીમાં બે પક્ષો વચ્ચે હિંસક ઝઘડો થયો હતો.
લાકડીઓ વડે હુમલો:
અહેવાલ અનુસાર આ ઘટનામાં રાજા પરિયાર નામના શખ્સનું મોત થયું. સુત્રોના જણાવ્યા ત્રણ શખ્સોએ રાજા પર કથિત રીતે લાકડીઓ વડે હુમલો કર્યો હતો. માથાના ભાગે લાકડી વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. રાજાનો મિત્ર પણ આ હુમલાખોરોમાં ઈજાગ્રસ્ત થયો.
બંને ઈજાગ્રસ્તોને મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગુરુવારે રાજાનું મોત થયું હતું, જ્યારે તેના મિત્રની હાલત હજુ પણ નાજુક છે. કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : રિક્ષામાં ભુલાઈ ગયેલા 18.50 લાખના દાગીના પોલીસે શોધી કાઢ્યા
લોકો નશામાં હતાં:
અહેવાલો અનુસાર મીરા રોડ પર ન્યૂ યર પાર્ટી ચાલી રહી હતી, લોકો દારૂના નશાની હાલતમાં હતા. પાર્ટીમાં લોકો મરાઠી ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા, એવામાં કેટલાક લોકોએ ભોજપુરી ગીતો વગાડવાનો આગ્રહ કર્યો. જેનો મરાઠી સમર્થકોએ વિરોધ કર્યો, ત્યાર બાદ બોલચાલ શરુ થઇ. ઉગ્ર દલીલો બાદ હિંસક ઝઘડો શરૂ થયો.