અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
વહેલો તે પહેલોના ધોરણે છ માર્ચથી ઓનલાઈન રજિસ્ટે્રશન
સ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ફીમાં રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી દિવસમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. અંધેરી (પૂર્વ), વરલી અને વિક્રોલીમાં ચાલુ થનારા સ્વિમિંગ પૂલ માટે પહેલો તે વહેલોના ધોરણે છ માર્ચ, 2024ના સવારના 11 વાગ્યાથી ઓનલાઈન પદ્ધતિએ એડમિશન માટે રજિસ્ટે્રશન ચાલુ કરવામાં આવવાનું છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી દિવસમાં આ નવા સ્વિમિંગ પૂલ અંધેરી(પૂર્વ)માં જે.બી.નગર મેટ્રો સ્ટેશન પાસે કોંડિવિટા, વરલી હિલ રિઝર્વિયર પરિસર અને વિક્રોલી(પૂર્વ)માં ટાગોર નગરમાં રાજર્ષિ શાહૂ મહારાજ ઉદ્યાન પાસે નવા બની રહેલા સ્વિમિંગ પૂલ માટે ઓનલાઈન મેમ્બરશીપ રજિસ્ટે્રશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવવાની છે. નાગરિકો વાિિંંત://તૂશળળશક્ષલાજ્ઞજ્ઞહ.ળભલળ.લજ્ઞદ.શક્ષ વેબસાઈટ પર જઈને પ્રવેશ મેળવી શકે છે. ઓનલાઈન રજિસ્ટે્રશન થયા બાદ આવશ્યક દસ્તાવેજ અને મેડિકલ સર્ટિફિકેટ આપ્યા બાદ મેમ્બરશિપ આપવામાં આવશે.
ત્રણેય સ્વિમિંગ પૂલમાં સામાન્ય નાગરિકો માટે 8,836 રૂપિયાની વાર્ષિક ફી હશે. સ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન, દિવ્યાંગ નાગરિક, પાલિકા કર્મચારી, રિટાયર્ડ પાલિકા કર્મચારી અને નગરસેવકોને ફીમાં છૂટ આપવામાં આવશે. તેમણે ફક્ત 4,586 રૂપિયાની વાર્ષિક ફી ભરવાની રહેશે. પુરુષો માટે ત્રણે સ્વિમિંગ પૂલમાં તરવાનો સમય સવારના છથી11 વાગ્યા સુધી અને સાંજના છથી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે.
પાલિકા પાસે હાલ દાદરમાં શિવાજી પાર્ક, મુલુંડ, ચેમ્બુર, કાંદિવલી અને અંધેરીના શાહજી રાહજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે. તો વધુ છ નવા પૂલના કામ ચાલી રહ્યા છે, જેમાં વરલી હિલ રિઝર્વિયર, કોંડિવિટા (અંધેરી-પૂર્વ) અને ટાગોર નગર, વિક્રોલી(પૂર્વ)ના કામ પૂરા થઈને ખુલ્લા મુકાઈ રહ્યા છે. તો બહુ જલદી મલાડ (પશ્ચિમ)માં ચાચા નહેરુ ગાર્ડન, ઈન્દિરા ગાંધી એન્ટરટેઈન્ટમેન્ટ પાર્ક (અંધેરી-પશ્ચિમ), રાજર્ષિ ક્રિડા શાહુ મહારાજ ક્રિડાંગણ અને દહિસરના જ્ઞાનધારા ગાર્ડનના કામ ચાલી રહ્યા છે.
મહિલાઓને સ્પેશિયલ છૂટ
ત્રણેય સ્વિમિંગ પૂલમાં સવારના 11 વાગ્યાથી બપોરના 12 અને સાંજના પાંચથી છ વાગ્યા સુધીના સમયમાં મહિલાઓ માટે સ્પેશિયલ બેચ હશે. આ બેચમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક મહિલાઓએ વાર્ષિક મેમ્બરશિપ માટે 6,716 રૂપિયાની ફી ભરવાની રહેશે. તેમ જ સ્કૂલની વિદ્યાર્થીની, જયેષ્ઠ મહિલા, દિવ્યાંગ મહિલા, પાલિકાની મહિલા કર્મચારી, નિવૃત મહિલા કર્મચારી અને મહિલા નગરસેવકોને 4,586 રૂપિયાની વાર્ષિક ફી ભરવાની રહેશે.