આમચી મુંબઈમહારાષ્ટ્ર

હડતાળની ચીમકીથી સરકાર જાગીઃ કર્મચારી-અધિકારીઓ માટે સુધારિત પેન્શન યોજના લાગુ

મુંબઈ: સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુધારિત નેશનલ પેન્શન પોલિસી લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી. જો માગણી પૂરી ન થાય તો 29મી ઓગસ્ટથી બેમુદત હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. આ બાબતની ગંભીર નોંધ લઇને રાજ્યની કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે સુધારિત પેન્શન યોજના લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જે મંજૂર થયો હતો.

સુધારિત પોલિસી અનુસાર રાજ્યમાં 1 નવેમ્બર, 2005ના રોજ તેમ જ ત્યાર પછી નિયુક્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે સુધારિત નેશનલ પેન્શન પોલિસી લાગુ કરવામાં આવશે.
રાજ્યમાં 1 નવેમ્બર 2005 બાદ સેવામાં જોડાયેલા કર્મચારીઓ માટે સુધારિત પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કરી હતી.

જોકે, એ અંગે અંતિમ નિર્ણય લઇ તેને લાગુ કરવામાં આવ્યો નહોતો. જેને પગલે વિધાનસભાની ચૂંટણી માથે છે એવા ટાણે કર્મચારીઓએ યોજના અમલમાં લાવવા માટે હડતાળ પર વાની ચીમકી આપી હતી.
જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ નવી પેન્શન યોજના બાબતે વિચારાધીન હોઇ આ પ્રસ્તાવ રજૂ કરાયો ન હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. જોકે વિધાનસભાની ચૂંટણી માથે હોઇ કર્મચારીઓએ હડતાળની ચીમકી આપતા મહાયુતિ સરકારે નવી પેન્શન પોલિસી લાગુ કરવા માટે હિલચાલ શરૂ કરી આખરે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

નવી પેન્શન પોલિસી મુજબ નિવૃત્તિ બાદ કર્મચારી-અધિકારીને તેમની બેઝિક સેલરી(મૂળ વેતન)ના પચાસ ટકા પેન્શન આપવામાં આવે છે. જો આ પ્રસ્તાવને પ્રધાનમંડળની મંજૂરી મળતા 1 નવેમ્બર 2005ના રોજ અને ત્યાર પછી સેવામાં જોડાનારા આશરે સાડા આઠ લાખ કર્મચારી-અધિકારીઓને આ યોજનાનો લાભ મળશે.

આ યોજના અનુસાર આંધ્ર પ્રદેશ સરકારની યોજનાની જેમ સેવા નિવૃત્ત થનારા અધિકારી-કર્મચારીને તેમની છેલ્લી બેઝિક સેલરીની 50 ટકા રકમ પેન્શન તરીકે અને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. કર્મચારી-અધિકારી બાદ તેમના કુટુંબીજનોને રકમના 60 ટકા પેન્શન અને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…