આમચી મુંબઈ

122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…

મુંબઈઃ 122 કરોડ રુપિયાના કૌભાંડમાં ફસાયેલી ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકે બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિંટાને 18 કરોડ રુપિયાની લોન ચૂકવવા બદલ 1.65 કરોડ રુપિયાની છૂટ આપી હતી. આ બેંક એનપીએ બતાવી હતી, જે માહિતી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. આ લોન 2011 માં મંજૂર કરવામાં આવી હતી, જ્યારે એપ્રિલ 2014માં લોન ચૂકવવામાં આવી હતી.

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફન્સ વિંગ (ઈઓડબલ્યુ)એ ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકના કૌભાંડ મુદ્દે તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં પૂર્વ મેનેજર સહિત આઠ આરોપીની ધરપકડ કરી છે. પૂર્વે મેનેજર હિતેશ મહેતાને પંદરમી ફેબ્રુઆરીના ધરપકડ કરી હતી. એજન્સીએ 2010 પછી બેંકની લોનના આંકડાઓની તપાસ કરી રહી છે અને તપાસમાં જાણવા મળ્યું હતું કે અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ બેંક પાસેથી લોન લીધી હતી.

જાન્યુઆરી 2011ના 18 કરોડ રુપિયાની લોનની મંજૂરી આપી હતી. પ્રીતિએ બેંક પાસેથી મુંબઈમાં એક ફ્લેટ અને શિમલાની એક પ્રોપર્ટીને ગિરવે રાખી હતી, જ્યારે તેની કુલ કિંમત 27.41 કરોડ હતી. નવેમ્બર, 2012માં બેંકને 11.40 કરોડ રુપિયા ચૂકવવાના હતા.

અધિકારીના જણાવ્યા મુજબ લોન નહીં ચૂકવવાને કારણે 31 માર્ચ, 2023ના તેના લોનના ખાતાને એ કેટેગરીમાં રાખવામાં આવી હતી અને એ કેટેગરી અન્વયે 11.47 કરોડની રકમ હતી એના પછી બેંક દ્વારા સેટલમેન્ટ માટે 1.55 કરોડની રાહત આપીને લોન ભરપાઈ કરવાની રજૂઆત કરી હતી. બાકી લોનની રકમ પ્રીતિએ પાંચમી એપ્રિલ, 2014ના કર્યું હતું.

આ પણ વાંચો: જ્યારે સલમાન ખાને મને આપી દીધી હતી વોર્નિંગઃ પ્રીતિ ઝિન્ટાએ કેમ શેર કરી જૂની યાદો?

અહીં એ જણાવવાનું કે કૌભાંડના મુખ્ય આરોપી હિતેશ મહેતાનો બ્રેન મેપિંગ ટેસ્ટ કરવામાં આવશે. કલિના સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં આરોપી હિતેશ મહેતાનો ટેસ્ટ કરવામાં આવશે, જે અન્વયે પૈસાની લેવડદેવડ અને અન્ય આરોપીઓની સાંઠગાંઠ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરવાની શક્યતા રહેશે. આ અગાઉ મહેતાનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં આ અગાઉ પ્રીતિ ઝિંટાનું નામ બહાર આવ્યું છે. આ અગાઉ નામ ઉછળ્યા બાદ પ્રીતિ ઝિંટાએ તમામ આરોપોને ફગાવી નાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button