આમચી મુંબઈ

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક કેસ: ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ, તેની પત્ની ભાગેડુ જાહેર

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરીને કોર્ટે ભાગેડુ જાહેર કર્યાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં ઉચાપત સામે આવ્યા બાદ ભાનુ દંપતી અલગ અલગ દિવસે દેશ છોડીને ભાગી ગયું હતું. ભાનુ અને તેની પત્નીને ભાગેડુ જાહેર કરવા માટે આર્થિક ગુના શાખાએ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે બંને વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું.

આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક સ્કૅમ: 168 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની પોલીસને મળી મંજૂરી

હિરેન ભાનુ 26 જાન્યુઆરીએ, જ્યારે તેની પત્ની અને બૅંકની ભૂતપૂર્વ ચેરપર્સન ગૌરી 10 ફેબ્રુ.એ દેશ છોડીને જતાં રહ્યાં હતાં.
દરમિયાન કોર્ટે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે પાંચ આરોપીની 167.85 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની મંજૂરી પોલીસને આપી છે.

આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે મેજિસ્ટ્રેટ કોર્ટની મંજૂરી મળ્યા બાદ ટાંચ મારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button