ન્યૂ ઈન્ડિયા બેંક કેસમાં આવી ચોંકાવનારી અપડેટઃ પૂર્વ બેંક મેનેજરની અટકાયત…

મુંબઈઃ આખા મુંબઈ સહિત તમામ ખાતાધારકોને ઝટકો આપનારા ન્યૂ ઈન્ડિયા બેંકના કિસ્સામાં એક ચોંકાવનારો મીડિયા અહેવાલ આવ્યો છે. આ અહેવાલ અનુસાર બેંકની દાદર શાખાના મેનેજરે કરેલી નાણાની ઉચાપાત ઈકોનોમિક ઓફેન્સ વિંગની નજરમાં આવી છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
દાદર શાખાના મેનેજર દ્વારા બેંકની તિજોરી સાથે છેડછાડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના જનરલ મેનેજરે બેંકની તિજોરીમાંથી રૂ. 122 કરોડ જેવી મોટી રકમની ગેરરીતિ આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો મીડિયા અહેવાલોમાં થઈ રહ્યો છે.
આરોપીનું નામ હિતેશ પ્રવિણચંદ મહેતા હોવાનું જાણવા મળ્યું છે. જેઓ અગાઉ આ બેંકના જનરલ મેનેજર રહી ચૂક્યા છે. હાલમાં તેમની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
આ કેસમાં દેવર્ષિ શિશિર કુમાર ઘોષે કરેલી ફરિયાદ અનુસાર મહેતા અને હેડ એકાઉન્ટ સહિતના અમુક લોકોએ દાદર અને ગોરેગાંવની બ્રાન્ચમાં લોકોએ રાખેલા રોકડની ઉચાપાત કરી છે. તેમણે ખાતેદારોના લગભગ રૂ. 122 કરોડ ચાઉં કરી જવા તરકટ રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ ઈકોનોમિક વિંગ દ્વારા આની તપાસ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલથી આ બેંક ચર્ચામા છે. આરબીઆઈની નોટિસ બાદ ખાતેદારોની બેંક બહાર લાઈન લાગી છે. પોતાની મહેનતની મૂડી બેંકને ભરોસે મૂકનાર ખાતેદારોએ હવે પોતાના જ પૈસા ઉપાડવા માટે પ્રતીક્ષા કરવી પડશે અને આ પ્રતીક્ષા કેટલા મહિનાઓ કે વર્ષની રહેશે તે ખબર નથી.
Also read : 17મી ફેબ્રુઆરીથી બદલાશે FASTagનો આ નિયમ, અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મુંબઈ સમાચારનો ઈકોનોમિક વિંગ સાથે સીધો સંપર્ક કરી શક્યું નથી.