આમચી મુંબઈ

નવી મુંબઈ માર્કેટમાં સ્ટ્રોબરીની નવી આવક

નવી મુંબઈ: જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને શિયાળાના ફળોની રાણી ગણાતી સ્ટ્રોબેરી બજારમાં આવવા લાગી છે. સ્ટ્રોબેરી સહિત દ્રાક્ષની પણ નવી આવક શરુ થઈ છે. સ્ટ્રોબરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને હાલમાં મુંબઈની બજારમાં દરરોજ સ્ટ્રોબેરીના ૩૦થી ૩૫ હજાર બોક્સની આવક થઈ રહી છે. મહાબળેશ્વરની સ્ટ્રોબેરી પ્રખ્યાત હોવા છતાં હાલમાં નાસિકની સ્ટ્રોબેરી બજારમાં મોટા પ્રમાણમાં આવી રહી છે.

અત્યાર સુધી મહાબળેશ્વર, પંચગની વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હતી. જો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી નાસિકમાં સ્ટ્રોબેરીની પણ ખેતી કરવામાં આવી રહી છે. તેથી મહાબળેશ્વર બાદ નાસિકની સ્ટ્રોબેરી પણ બજારમાં જોવા મળી રહી છે.
વિન્ટર ડાઉન, મિલિસા, એમટુ, સોન, અરવન જેવી સ્ટ્રોબેરી જાતોના ફળો બજારમાં ઉપલબ્ધ છે. આ તમામ સ્ટ્રોબેરી સ્વાદમાં મીઠી અને દેખાવમાં મોટી અને સુંદર હોય છે. આ સ્ટ્રોબેરીએ હાલ હોલસેલ માર્કેટમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટ્રોબેરીના ૪૦૦થી ૫૦૦ ગ્રામના બોક્સની રેન્જ રૂ. ૫૦થી રૂ. ૧૨૦ છે. સ્ટ્રોબરી સિવાય દ્રાક્ષની નવી આવક શરુ થઈ છે. નવી મુંબઈ સિવાય કલ્યાણ-ડોંબિવલીમાં નવી આવક શરુ થવાથી લોકોને રાહત થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button