આમચી મુંબઈ

ઈર્લા નાળાં પર બાંધવામાં આવશે નવો પુલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (જેવીપીડી) જંકશન પાસે આવેલા ઈર્લા નાળાં પર મુંબઈ મહાનગરપાલિકા નવેસરથી પુલનું બાંધકામ કરવાની છે. હાલ અસિત્વમાં રહેલા પુલનું માળખું નબળું પડી ગયું હોવાથી તેને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવો પુલ બાંધવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટને પૂરો થવામાં અંદાજે ૧૫ મહિનાનો સમય લાગવાની શક્યતા છે. પ્રોજેક્ટ પાછળ લગભગ ૧૧.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અપેક્ષિત છે.

| Also Read: જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસના આરોપીને પોલીસે 32 વર્ષે ઉત્તર પ્રદેશમાં શોધી કાઢ્યો…
સુધરાઈએ પશ્ર્ચિમ ઉપનગરમાં આવેલા પુલોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવા માટે ૨૦૨૨માં સ્ટ્રક્ચરલ ઓડિટર મેસર્સ એએસજી ક્ધસલ્ટન્સીને કામ સોંપ્યું હતું. એ દરમિયાન જેવીપીડી સ્કીમ નજીક મોરાગાંવ અને ઈર્લા પમ્પિંગ સ્ટેશનને જોડતો પુલ બિસ્માર હાલતમાં હોવાનું જણાયું હતું. ક્ધસલટન્ટે આ પુલને તોડી પાડીને તેની જગ્યાએ નવો બાંધવાની ભલામણ કરી હતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ઈર્લા નાળાં પર હાલ આવેલા પુલનું બાંધકામ પથ્થરનું છે. ફૂટપાથની બંને બાજુએ પાણીની બે પાઈપલાઈન આવેલી છે. એક ૩૦૦ મિ.મી. અને બીજી ૩૦૦ મિ.મી. વ્યાસની છે. પુલના સ્લેબને ટેકો આપતું સ્ટીલનું સ્ટ્રક્ચર ખરાબ હાલતમાં છે. તેની રક્ષણાત્મક દીવાલ પણ તૂટી ગઈ છે અને પુલ થોડો પશ્ર્ચિમ દિશામાં ઝુકેલો હોવાનું જણાઈ રહ્યું છે.

| Also Read: થાણે મૉડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે 50 લાખ રૂપિયા માગ્યા હતા

સુધરાઈએ પુલના બાંધકામ માટે ૧૦.૩૧ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ માંડ્યો હતો. ચાર બિડર તરફથી પ્રતિસાદ મળતા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. તેમાંથી ઓછી બોલી લગાવનારા કૉન્ટ્રેક્ટરને કામ આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવને આગામી રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા મંજૂરી મળી ગઈ હતી. પ્રોજેક્ટનો કુલ ખર્ચ તમામ ટેક્સ સહિત ૧૧.૧૫ કરોડ રૂપિયા છે. આ પુલ ૨૮ મીટર લંબાઈ અને ૧૮.૩ મીટર પહોળો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button