13 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કરનારા પડોશીની ધરપકડ
થાણે: ભિવંડીમાં પડોશીએ 13 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કિશોરીએ શારીરિક સંબંધનો ઇનકાર કરતાં તેની મારપીટ કરી જાનથી મારવાની ધમકી આપનારા પડોશીની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડરની રિયલ સ્ટોરી શું? આરોપીએ દુષ્કર્મ પહેલા અને પછી શું કર્યું?
સગીરાની ફરિયાદને આધારે પોલીસે સોમવારે ભિવંડીના ન્યૂ આઝાદ નગર વિસ્તારમાં રહેતા 28 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે સગીરા સાથે મિત્રતા કરી આરોપી તેના વડીલો સાથે નિયમિત રીતે વાતચીત કરતો હતો. સગીરાના વડીલો કામે જતા ત્યારે આરોપી તેના ઘરે આવતો હતો અને બળજબરીથી શારીરિક સંબંધી બાંધતો હતો. બાદમાં લગ્નની લાલચે આરોપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરતો હતો.
આ પણ વાંચો: કલ્યાણમાં બાળકી સાથે દુષ્કર્મ: પડોશીની ધરપકડ
મે મહિનાથી આરોપી સગીરાનું જાતીય શોષણ કરતો હતો. સોમવારે સગીરાએ શારીરિક સંબંધનો ઇનકાર કરતાં આરોપીએ તેની મારપીટ કરી હતી અને ધમકી આપી હતી. આ પ્રકરણે પોલીસે ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)