NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર

NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર

NEET પેપર લીક કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. દરમિયાન, મુંબઈના સાકીનાકામાં NEET કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતો વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ગઈ કાલે સ્ટાફને રજા આપી દીધી હતી અને આજે જ્યારે સ્ટાફ ઓફિસ પહોંચ્યો તો સેન્ટરનો માલિક ફરાર હતો. ઑફિસના કોમ્પ્યુટર અને લેપટોપ સહિત તમામ ઈલેક્ટ્રોનિક સાધનો પણ ગાયબ છે.

આ સેન્ટરમાં 60 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. માત્ર એક મહિના પહેલા શરૂ થયેલી કંપનીનો માલિક આમ અચાનક ગાયબ થઇ જાય એ આશ્ચર્યની વાત તો છે જ, પણ એનાથી પણ વધારે તો કોઇક ગંભીર કારણ તરફ ઇશારો કરે છે. એવા સંજોગોમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિનું NEET paper leak case સાથે શું જોડાણ છે.

| Also Read: Sonia Gandhi એ NEET, ઇમરજન્સી અને લોકસભા પરિણામ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા

સેન્ટરના માલિકે સ્ટાફને તેનું નામ આદિત્ય દેશમુખ હોવાનું જણાવ્યું હતું. હવે સ્ટાફને શંકા છે કે આદિત્ય દેશમુખ સાચું નામ છે જ નહીં. સાકીનાકાના એરોસીટીમાં બે મોટી ઓફિસો ખોલવામાં આવી હતી. કાઉન્સેલિંગ સેન્ટરનો માલિક દેવામાં ડુબેલો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આર્થિક તંગીને કારણે કાઉન્સેલિંગ સેન્ટરનો માલિક લાપતા થઇ ગયો છે કે પછી મહારાષ્ટ્રના લાતુર NEET પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાને કારણે તે ફરાર થયો છે. હાલમાં તો પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે.

સંબંધિત લેખો

Back to top button