થાણેના એનસીપી-એસપીના સાત ભૂતપૂર્વ કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા…

થાણે: પાલિકાની ચૂંટણી પહેલાં એનસીપી (એસપી)ને મોટો ઝટકો આપતા થાણેમાં પાર્ટીના સાત ભૂતપૂર્વ કોર્પોરેટરો ગુરુવારે શિવસેનામાં જોડાઈ ગયા હતા. શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના સાંસદ નરેશ મ્હસ્કે અને પક્ષના અન્ય નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા હતા.
નવા કોર્પોરેટરોમાં ભૂતપૂર્વ કોર્પોરેટર મિલિંદ પાટીલ, મનાલી પાટીલ, મહેશ સાળવી, મનીષા સાળવી, સુરેખા પાટીલ, સચિન મ્હાત્રે અને પ્રમિલા કિણીનો સમાવેશ થાય છે. મિલિંદ પાટિલ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા હતા, જ્યારે સુરેખા પાટીલે થાણે મહિલા એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી હતી.
આ પગલું એનસીપી (એસપી) માટે ખાસ કરીને પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડના ગઢ ગણાતા કલવા-મુમ્બ્રા પટ્ટામાં ફટકો માનવામાં આવે છે. શિવસેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પક્ષ ફક્ત ચૂંટણીઓ માટે કામ કરતું નથી. અમારી પ્રતિબદ્ધતા વર્ષમાં 12 મહિના, 365 દિવસ છે. તે સમર્પણથી અન્ય પક્ષોના નેતાઓ અને કાર્યકરોને એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્ર્વાસ રાખવા અને અમારા આંદોલનમાં જોડાવા પ્રેરણા મળી છે.
આપણ વાંચો : મિશન 150 દિવસ : ફડણવીસે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યો કાર્યક્રમ