નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું
નવી મુંબઇઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ્સની હેરાફેરી પર નોંધપાત્ર કામગીરી કરીને શુક્રવારે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી અને નવી મુંબઇમાં ચાલતી ડ્રગ્સ્ સિંડિકેટનો પર્દાફાશ કર્યો હતો. NCBએ 200 કરોડ રૂપિયાના પ્રતિબંધિત પદાર્થઓ અને ડ્રગ્સ પણ જપ્ત કર્યા હતા, એવી એક અધિકારીએ માહિતી આપી હતી.
NCBના મુંબઇ ઝોનલ યુનિટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને એવા અનપૂટ મળ્યા હતા કે એક આંતરરાષ્ટ્રીય જૂથ ડ્રગ ઑપરેશનનું સંચાલન કરી રહ્યું છે, જેમાં કેટલીક ડ્રગ્સ કુરિયર સેવાઓ, કાર્ગો શિપમેન્ટ અને લોકો દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવતી હતી. અધિકારીઓએ ગયા મહિને ઑસ્ટ્રેલિયા માટે મોકલવામાં આવેલા પેકેજમાં 200 ગ્રામ કોકેન પકડ્યું હતું અને ડ્રગ્સનું મૂળ છેક નવી મુંબઇમાં શોધી કાઢ્યું હતું. ત્યાર બાદ NCBએ ગયા અઠવાડિયે નવી મુંબઇમાં દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી પ્રીમિયમ ગ્રેડ કોકેન અને અન્ય ડ્રગ્સ જપ્ત કરી હતી, જેની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયા જેટલી થાય છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત સુધી ફેલાયેલા આ ડ્રગ્સ રેકેટમાં ચાર વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ લોકો વાતચીતમાં અને ડ્રગ્સના વ્યવહારમાં સાંકેતિક નામો અને ભાષાનો ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ, ઉદ્ધવ સેનાના છ સાંસદ શિંદેના સંપર્કમાં