આમચી મુંબઈ

નવાબ મલિકનો મુદ્દો ગરમાયો મલિકનું સ્ટેન્ડ જાણ્યા પછી જ નિર્ણય: અજિત પવાર

નાગપુર: નવાબ મલિક અધિવેશનના પ્રથમ દિને અજિત પવારના પાલામાં જઇને બેઠા અને તે અંગે ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને નવાબ મલિકને મહાયુતિમાં લેવા શક્ય ન હોવાનું રોકડું પરખાવી દેતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ઉતારચડાવ જોવા મળી શકે એવી સંભાવના છે. જોકે આ અંગે બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આ અંગે તેમના એનસીપી જૂથના વલણને સમજાવતાં પહેલાં તેમના રાજકીય જોડાણ વિશે ભૂતપૂર્વ પ્રધાનની સ્થિતિને સમજવા માટે નવાબ મલિક સાથે વાત કરશે.
નવાબ મલિકને મુદ્દે અજિતદાદા જૂથ મહાયુતિમાં એકલો પડી ગયો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકને સાથે રાખવા માટેનો વિરોધ જાહેર કર્યો હતો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ફડણવીસના મતને સહમતી દર્શાવી હતી. હવે એનસીપીની આગળની ભૂમિકા શી હશે એ તો સમય જ કહેશે.

ફડણવીસે લખેલા પત્રને મેં વાંચ્યો હતો. સૌપ્રથમ તો અધિવેશનના પહેલા જ દિવસે નવાબ મલિક પહેલી વાર વિધાનસભામાં આવ્યા હતા. જોકે મીડિયાએ તેને એવી રીતે દર્શાવ્યું હતું કે તેઓ ક્યાં બેઠા છે, કોની સાથે બેઠા છે અને શા માટે બેઠા છે,એવું જણાવીને પવારે વધુમાં ઉમેર્યું હતું કે એનસીપીનું એક જૂથ બીજી જુલાઈના રોજ મહાયુતિના શાસકમાં જોડાયું હતું અને મલિક આ બધું બન્યા પછી વિધાનસભામાં આવ્યા હતા. મલિકનું શું કહેવું છે એ સાંભળ્યા બાદ જ હું મારી અને મારી પાર્ટીની સ્થિતિને રજૂ કરીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે મની-લોન્ડરિંગ કેસમાં ફેબ્રુઆરી, ૨૦૨૨માં ઈડીએ તેમની ધરપકડ કર્યા બાદ તબીબી જામીન પર બહાર આવેલા નવાબ મલિકે પ્રથમ વાર નાગપુરમાં શરૂ થયેલા વિધાનસભા સત્રના પહેલા જ દિવસે હાજરી આપી હતી. મહત્ત્વની વાત તો એ છે કે તેઓ સીધા અજિત પવારની પાટલીમાં જઇને બેસી ગયા હતા. અજિત પવારના જૂથમાં જોડાવાના સંકેત આપીને નવાબ મલિકે રાજકીય ક્ષેત્રે અનેક પ્રશ્ર્નાર્થ ખડા કર્યા છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને નવાબ મલિકને મહાયુતિમાં સમાવવા શક્ય ન હોવાનું ચોખ્ખા શબ્દોમાં જણાવી દેતાં અજિત પવાર હવે શું ધોરણ અપનાવશે એ તો આવનારો સમય જ કહેશે.

નવાબ મલિક ફરી એક વાર એનસીપીની ઓફિસમાં દેખા દીધા
એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક અધિવેશનના પહેલા દિવસે વિધાનસભામાં સત્તાધારીના પક્ષમાં બેઠા બાદ સત્તાધારી પક્ષના ભાજપ અને શિંદે જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. અજિત પવારે પણ આ અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે. આવા સંજોગામાં પણ અધિવેશનના બીજે દિવસે એટલે કે શુક્રવારે નવાબ મલિક અજિત પવાર જૂથની એનસીપીની ઓફિસમાં દેખાયા હતા.

પ્રફુલ્લ પટેલ માટે ભાજપને ધર્મસંકટ

એનસીપીના વિધાનસભ્ય નવાબ મલિકના ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાના કારણે અનિચ્છા દાખવ્યા બાદ દાઉદના સાથી ઇકબાલ મિરચી સાથે જમીનવ્યવહાર કરનારા એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ અંગે શી ભૂમિકા હાથ ધરવી એ માટે ભાજપ માટે ધર્મસંકટ ઊભું થયું છે.

ફડણવીસે અજિત પવારની નારાજગી વહોરી
નવાબ મલિકને મહાયુતિમાં લેવા શક્ય નથી એવા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્રને કારણે બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નારાજ કર્યા હોય એ કંઇ પહેલી વાર નથી બન્યું. અજિત પવાર પાસે નાણાં ખાતાની ફાઈલો ફડણવીસના માધ્યમથી મુખ્ય પ્રધાનને જાય છે. વહીવટી આદેશથી પવારને યોગ્ય એવો સૂચક સંદેશ આ અગાઉ આપવામાં આવ્યો હતો. જોકે પત્ર જાહેર કરીને ફડણવીસે અજિત પવાર જૂથની નારાજગી વહોરી હોવાની ચર્ચા ચાલી રહી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડી સરકારમાં અજિત પવાર હંમેશાં આક્રમક મૂડમાં જ રહેતા હોય છે એની તમામ લોકોને જાણ છે. તેમના કારભારમાં કોઇ વ્યક્તિ હસ્તક્ષેપ નથી કરી શકતી, પણ ભાજપના સાથે હાથ મિલાવ્યા બાદ અજિત પવારને હવે ભાજપના ઈશારે નિર્ણય લેવો પડતો હોય છે અને તેને કારણે જ તેઓ સમસમી ગયા છે. હાલમાં તો ફડણવીસે અજિત પવારે લખેલા પત્રએ ચર્ચા રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. શું મહાયુતિમાં આ જ કારણે ફરી એક વાર સંઘર્ષ થશે, એવી ચર્ચા પણ ચાલી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા