આમચી મુંબઈ

નૌકાદળના નિવૃત્ત જવાન, તેના પરિવાર સાથે 17.7 લાખ રૂપિયાની ઠગાઇ

થાણે: જાપાનની ટૂરનું આયોજન કરી આપવાને નામે નૌકાદળના નિવૃત્ત જવાન અને તેના પરિવાર સાથે 17.7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદી અરૂણ રઘુનાથ ચિત્રેએ જણાવ્યું હતું કે તેનો જમાઇ જુલાઇ, 2024માં એક પારિવારિક કાર્યક્રમમાં આરોપીને મળ્યો હતો. ટ્રાવેલ એજન્સી ચલાવતા આરોપીએ એ સમયે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટૂરનું આયોજન કરતો હોવાનો દાવો કર્યો હતો.

આપણ વાચો: રેલવેની તત્કાલ ‘નો રિફંડ’ પોલિસી હાઇ કોર્ટમાં પડકારાઈ: પ્રવાસીઓ સાથે છેતરપિંડીનો આરોપ

અરૂણ ચિત્રે તેમ જ તેના પરિવારના અનેક સભ્યોએ 20 ડિસેમ્બર, 2024થી 10 જાન્યુઆરી, 2025 દરમિયાન આરોપીને 17.77 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે તેણે ટૂરનું આયોજન કર્યું ન હતું અને પૈસા પણ પાછા આપ્યા નહોતા.

વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે 10 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે અમારી તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button