બુધ-ગુરુ-શુક્રવારે રાતે બાર વાગ્યા સુધી ગરબાની રમઝટ જામશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવરાત્રિમાં મન મૂકીને ગરબા-દાંડિયા રમનારા ખેલૈયાઓ માટે ખુશ ખબર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ એટલે કે બુધ, ગુરુ અને શુક્રવારે રમવાની સમયમર્યાદામાં છૂટ આપવામાં આવી હોવાથી રાતે 12 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામશે.
મુંબઈમાં નવરાત્રિમાં રાતે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરો વગાડવા પર પ્રતિબંધ હોવાથી ગરબારાસ બંધ કરી દેવા પડે છે, પણ શુક્રવારે કલેક્ટર ઑફિર દ્વારા બહાર પડાયેલા આદેશથી ખલૈયાઓમાં આનંદ છવાઈ જાય એવા સમાચાર આવ્યા છે.
આદેશ અનુસાર 9, 10 અને 11 ઑક્ટોબરે રાતે 12 વાગ્યા સુધી નવરાત્રિમાં લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપી છે, જેને કારણે રંગરસિયાઓ 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.
આ પણ વાંચો : નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય
જોકે આ પરવાનગી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના ધ્વનિ પ્રદૂષણ નિયમોને આધીન રહીને આપવામાં આવી છે. એટલે કે નવરાત્રિ આયોજકોએ ધ્વનિ પ્રદૂષણના નિયમો-નિયંત્રણોનું પાલન કરીને લાઉડસ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે.