નવી મુંબઈમાં હત્યાકેસનો ફરાર આરોપી 13 વર્ષ બાદ પકડાયો

થાણે: ઉછીના લીધેલાં નાણાં પાછા ન આપી શકનારા પચાસ વર્ષની શખસની હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને 13 વર્ષ બાદ નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યો હતો.
નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીને આધારે ગુરુવારે નાગપુર જિલ્લામાંથી આરોપી છોટુ મરકત યાદવ (36)ને ઝડપી પાડ્યો હતો, જે બિહારનો વતની છે.
આપણ વાંચો: બનાવટી નોટો છાપનારું કારખાનું પકડાયું:ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ…
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રબાળે એમઆઇડીસી વિસ્તારમાં ઑક્ટોબર, 2012માં છોટુ યાદવે ભવનખાન ઉગાન યાદવ (50)ની શશ્ત્રના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ છોટુ ફરાર થઇ ગયો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છોટુ પાસેથી મૃતકે પચીસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે પાછા કરવામાં નિષ્ફળ ગયો હતો. આથી ઉશ્કેરાયેલા છોટુએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. (પીટીઆઇ)