હરિયાણામાં પેટ્રોલ પંપને નામે ટ્રાન્સપોર્ટર સાથે 97.5 લાખની છેતરપિંડી...

હરિયાણામાં પેટ્રોલ પંપને નામે ટ્રાન્સપોર્ટર સાથે 97.5 લાખની છેતરપિંડી…

થાણે: હરિયાણામાં પેટ્રોલ પંપ શરૂ કરવામાં મદદ કરવાને બહાને નવી મુંબઈના ટ્રાન્સપોર્ટર સાથે 97.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા ફરિયાદી વેપારીએ કામોઠે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે હરિયાણાના હિસ્સારના રહેવાસી આરોપીને ડિસેમ્બર, 2020થી જાન્યુઆરી, 2025 દરમિયાન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે આરોપીએ પેટ્રોલ પંપ શરૂ કરવા માટે કોઇ મદદ કરી નહોતી અને પૈસા પણ પાછા આપ્યા નહોતા.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ટ્રાન્સપોર્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button