આમચી મુંબઈ
નવી મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: આઠ વિદેશી મહિલાનો છુટકારો

થાણે: નવી મુંબઈમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે આઠ આફ્રિકન મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જ્યારે બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલા રો હાઉસમાં બુધવારે રાતે નવ વાગ્યે પોલીસે રેઇડ પાડી હતી, એમ સિનિયર ઇન્સ્પેક્ટર રાજીવ શેજવાલે જણાવ્યું હતું.
ખારઘરના રો હાઉસમાં અમુક મહિલાઓ સેક્સ રેકેટ ચલાવતી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે ત્યાંથી બે મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે એક મહિલા ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. પોલીસ દ્વારા છોડાવાયેલી આઠ આફ્રિકન મહિલાઓને બાદમાં સુધારગૃહમાં મોકલવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ફરાર મહિલાની શોધ આદરી હતી, એમ રાજીવ શેજવાલે જણાવ્યું હતું. (પીટીઆઇ)