નવી મુંબઈમાં બાઇકચોરીના 13 ગુનામાં સામેલ બે સગીર પકડાયા…

થાણે: બાઇકચોરીના 13 ગુનામાં સંડોવાયેલા 15 અને 17 વર્ષની વયના બે સગીરને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યા હતા.
નેરુલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બ્રહ્માનંદ નાઇકવાડીએ જણાવ્યું હતું કે બંને સગીર પૈસા માટે નહીં પણ જોયરાઇડ માટે બાઇક ચોરતા હતા.
તેઓ ચોરેલી બાઇક પર ફરતા હતા અને પેટ્રોલ ખતમ થયા બાદ તેને ત્યાં જ છોડી દેતા હતા. બંને સગીરે નેરુલમાંથી પાંચ, ખારઘરમાંથી ત્રણ, કોપરખૈરાણેમાંથી બે તથા સાનપાડા, ઉરણ, ડોંગરીથી એક-એક બાઇક ચોરી હતી. દરમિયાન બાઇકચોરીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાયા બાદ અધિકારીઓએ 110 સ્થળ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આખરે બંને સગીર નેરુલના વંડર પાર્ક વિસ્તારમાં ચોરેલી બાઇક પર ફરતા મળી આવ્યા હતા. તેમની પાસેથી ચોરીની તમામ બાઇક જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બંને સગીરનાં માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવી હોઇ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે પહોંચી એનઆઇએની ટીમ