આમચી મુંબઈ
નવી મુંબઈ પાલિકાનું પ્રોપર્ટી ટેક્સનું લક્ષ્યાંક ૮૦૦ કરોડ રૂપિયા
નવી મુંબઈ: સપ્ટેમ્બરના મધ્યભાગ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે ૨૩૫ કરોડ રૂપિયા એકઠા કરવામાં નવી મુંબઈ મહા નગરપાલિકાને સફળતા મળી છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં નક્કી કરેલા લક્ષ્ય કરતાં વધુ કર વસૂલી કરવાની ધારણા છે. લેણી નીકળતી રકમ વસૂલ કરવા પાલિકાએ યોજના અમલમાં મૂકી છે અને નવી પ્રોપર્ટીને ટેક્સના માળખામાં લાવવાની ગતિવિધિ આરંભી દીધી છે.
નાણાકીય વર્ષ માટે નક્કી કરેલા કર વસૂલી લક્ષ્યાંકને તો સિદ્ધ કરવું જ છે પણ એનાથી આગળ વધવાનો મક્કમ નિર્ધાર નવી મુંબઈ મહાનગરપાલિકા ધરાવે છે. ૧૫ સપ્ટેમ્બર સુધી ૨૩૫ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષ સમાપ્ત થાય ત્યાં સુધીમાં ૮૦૦ કરોડ રૂપિયા ટેક્સ પેટે જમા કરવા પાલિકા ધારે છે. પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ઢીલ કરનારા લોકો સમક્ષ પગલાં લેવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.