લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલાના પતિની હત્યા કરનારા યુવકની ધરપકડ | મુંબઈ સમાચાર

લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલાના પતિની હત્યા કરનારા યુવકની ધરપકડ

થાણે: લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલાના પતિની હત્યા કરવા બદલ પોલીસે નવી મુંબઈના વાશી ખાતેથી 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.

આરોપીની ઓળખ અમિનુરઅલી અહેમઅલી મોલ્લા તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) હત્યા અને 238 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મૃતકની ઓળખ અબુબકર સુહાદઅલી મંડલ તરીકે થઇ હોઇ તે વાશીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. મૃતકની પત્ની આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા: પત્ની-પ્રેમીની ધરપકડ

આરોપીએ અબુબકરની પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેણે ઠુકરાવી દીધો હતો, જેને પગલે આરોપીએ અબુબકરની 21 જુલાઇએ રાતે હત્યા કરી હતી.

એસીબી આદિનાથ બુધવંતે જણાવ્યું હતું કે હત્યા બાદ આરોપીએ મૃતકનાં કપડાં તથા અન્ય વસ્તુ વાશીની ખાડીમાં ફેંકી દીધી હતી, જ્યારે મૃતદેહ નજીકમાં છુપાવી દીધો હતો.

આ પણ વાંચો: પતિની હત્યા કર્યા બાદ બૉયફ્રેન્ડની મદદથી મૃતદેહ ઠેકાણે પાડ્યો: બન્નેની ધરપકડ

પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આરોપીને પકડી પાડ્યો હતો અને મૃતદેહ પણ શોધી કાઢ્યો હતો. મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક અબુબકરની પત્નીને લગ્ન કરવા માટે આરોપી વારંવાર દબાણ કરી રહ્યોે હતો. જોકે તેણે આરોપી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આથી આરોપીએ ગુનો આચર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button