નવી મુંબઈમાં ઘરમાં ઘૂસીને યુવતીની જાતીય સતામણી: ચાર સામે ગુનો

થાણે: નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં ઘરમાં ઘૂસી 18 વર્ષની યુવતીની મારપીટ કર્યા બાદ તેની જાતીય સતામણી કરવા બદલ ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર 20 ઑક્ટોબરે આ ઘટના બની હતી. ફરિયાદી યુવતીને પ્રેમ કરતો હોવાનો દાવો કરનારો આરોપી તેના ત્રણ સાથીદાર સાથે મોડી રાતના યુવતીના ઘરમાં ઘૂસ્યો હતો.
આપણ વાંચો: રેગામની શાળામાં ચાર વર્ષની બાળકીની જાતીય સતામણી: મહિલાની ધરપકડ
યુવતીએ તેમને બરમાંથી નીકળી જવાનું કહેતાં આરોપીઓએ લોખંડના સળિયાથી તેની મારપીટ કર્યા બાદ તેની જાતીય સતામણી પણ કરી હતી. આરોપીઓએ યુવતીના ભાઇની પણ મારપીટ કરી હતી, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
યુવતીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે સાનપાડા પોલીસે ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી બે જણની હજી ઓળખ થઇ નથી. કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવવી નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)