આમચી મુંબઈ

33 વર્ષ પછી નવી મુંબઈનો Development Plan તૈયાર, જાણો પ્રસ્તાવ શું છે મોટી વાત?

નવી મુંબઈ: મહાનગર પાલિકાએ નવી મુંબઈની સ્થાપના લગભગ 33 બાદ ડેવલપમેન્ટ પ્લાન (Development Plan) સરકારને આપ્યો છે. જોકે આ પ્લાનમાં 30 કરતાં વધુ પ્લોટ પર પાલિકાને બાંધકામ કરવાના નિર્ણયને સિડકો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે, પણ સિડકોની માગણી મુજબ 300 કરતાં વધુની આરક્ષિત જમીનની બહાર બાંધકામ કરવાની મંજૂરી પાલિકાને આપવામાં આવી નથી એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

નવી મુંબઈ શહેરમાં માત્ર પાંચ ટકા જેટલી જમીન બચી હોવાથી વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે પાલિકા દ્વારા સિડકોની અમુક જમીન હસ્તગત કરવામાં આવી હતી. આ બાબતથી સિડકો અને પાલિકા વચ્ચે વિવાદ થવાની શક્યતા હતી. જોકે, હવે પાલિકાએ પીછેહઠ કરતાં નવી મુંબઈનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


નવી મુંબઈના 110 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારનો ડેવલપમેન્ટ પ્લાન ગયા 33 વર્ષથી રખડી પડ્યો હતો. પહેલા 20 વર્ષમાં રાજકીય અને પ્રશાસનને લીધે આ પ્લાન તૈયાર થઈ શક્યો નહોતો. આ સાથે મુંબઈ મહાપાલિકાએ ખાનગી સંસ્થા દ્વારા નવી મુંબઈ ડેવલપમેન્ટ પ્લાન નિર્માણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ તત્કલીન ડૉ. રામાસ્વામી દ્વારા આયોજન વિભાગને આ કામ આપવામાં આવ્યું હતું.


આ વિભાગે મુંબઈ, નાશિક અને પુણે જેવા શહેરોનો ડેવલપમેન્ટ પ્લાનનો અભ્યાસ કરી નવી મુંબઈમાં રસ્તા, જરૂરી પ્લોટ, બજાર, મેદાન, પાર્ક, સાયકલ ટ્રેક, મનોરંજનના સ્થળો, થાણે-બેલાપુરના વૈકલ્પિક માર્ગનું નિર્માણ કરવા માટે 2038 સુધીનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


સિડકો દ્વારા રિ-ડેવલપમેન્ટ કરવામાં આવતી ઇમારતોના કામકાજમાં રસ્તાઓ અને અન્ય પબ્લિક સેવાને લીધે અડચણ નિર્માણ થઈ રહી છે. આ કારણને લીધે નવી મુંબઈમાં પબ્લિક સેવા પ્લેસને રી-ડેવલપ કરવાની જોગવાઈની કરવામાં આવી છે, જેને કારણે ઇમારતોના પુનઃવિકાસના કામોને વધુ વેગ મળશે એવી શક્યતા છે. સિડકોએ વિકસિત ઈમારતોના પુનઃવિકાસ માટે જરૂરી જમીન આપવાની પણ જોગવાઈ કરી છે. આ સાથે અન્ય કેટલીક જોગવાઈઓમાં પણ ફેરફાર કરવાની દરખાસ્ત પ્લાનમાં કરવામાં આવી છે.


નવી મુંબઈ વિસ્તારમાં પાલતુ જાનવરોના અંતિમ સંસ્કાર માટે નેરુળ MIDC ક્ષેત્રોમાં એક ક્રિમેશન સેન્ટર નિર્માણ કરવાનો પણ પ્રસ્તાવ આ ડેવલપમેન્ટ પ્લાનમાં છે તેમ જ બેલાપુર સેક્ટર 21,22, બે અને આઠમાં ત્રણ પ્લોટ પર માત્ર બાળકો માટે મેદાનનું નિર્માણ કરવામાં આવવાનું છે. શહેરમાં આ મેદાન ઊભા કરવા માટે કાર્પેટ એરિયા ઈન્ડેક્સમાં 0.5ની બોર્ડરમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. સિડકોએ નિર્માણ કરેલી શાળાની ઇમારતો જૂની થઈ ગઈ હોવાથી શાળાના પ્લોટ પર રમવાના મેદાન નિર્માણ કરવાની પરવાનગી પણ આ પ્લાનમાં આપવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત