આમચી મુંબઈટોપ ન્યૂઝ

Navi Mumbai માં દુર્ઘટના, ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

નવી મુંબઈઃ નવી મુંબઈ(Navi Mumbai)શહેરના શાહબાઝ ગામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. હાલ NDRF પોલીસ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમજ રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના સેક્ટર 19, બેલાપુર શાહબાઝ ગામની જણાવવામાં આવી રહી છે.

કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવ્યા હતા

અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના સવારે લગભગ 5 વાગ્યે શાહબાઝ ગામમાં થઈ હતી. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવ્યા હતા જ્યારે એક અન્યને વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું કે, સવારે 5 વાગ્યાની આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. તે ગ્રાઉન્ડ પ્લસ 3 બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને બે લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે જે બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button