PM Modiએ NMIAનું કર્યું ઉદ્ઘાટન, જાણો દેશના સૌથી પહેલા ડિજિટલ એરપોર્ટની વિશેષતા?

9,650 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ એરપોર્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, જે મુંબઈના એર ટ્રાફિકને હળવો કરવામાં મદદરૂપ થશે.
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)ના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટના પહેલા તબક્કાનો ખર્ચ રુપિયા 19,650 કરોડ છે, જે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટની છે, જેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) અન્વયે વિકસિત કરવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગર રિજનના બીજા નંબરના એરપોર્ટની રીતે એનએમઆઈએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) સાથે મળીને કામ કરશે, જેથી એર ટ્રાફિકમાં ઘટાડો થાય અને મુંબઈને ગ્લોબલ મલ્ટિ એરપોર્ટ સિસ્ટમ કેટેગરીમાં સામેલ કરી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા પછી સોશિયલ મીડિયા પર પણ વીડિયો શેર કર્યો હતો. જાણી લઈએ એરપોર્ટની વિશેષતા અને ક્યારથી ચાલુ થશે.
આ પણ વાંચો: PM મોદી નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જુઓ શાનદાર તસવીરો
- નવી મુંબઈ એરપોર્ટ પરથી વિમાનની અવરજવર ડિસેમ્બર, 2025થી શરુ થશે.
- ટિકિટોનો વેચાણ ઓક્ટોબરના અંત સુધીમાં શરુ થવાની સંભાવના છે. ઈન્ડિગો, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનો પણ અહીંથી ઉડાન ભરશે.
- નવી મુંબઈ એરપોર્ટની વિશેષતાની વાત કરીએ તો ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ છે, જ્યાં વ્હિકલ પાર્કિંગ સ્લોટ પ્રી-બુકિંગ, ઓનલાઈન બેગેજ ડ્રોપ બુકિંગ અને ઈમિગ્રેશન સુવિધાનો સમાવેશ થાય છે.
- ડિજિટલ ચેકઈન, સ્માર્ટ સિક્યોરિટી અને હાઈ ટેક જાણકારી માટે પેનલની સુવિધા મળશે.
- બેસવાની આગવી સુવિધા, આધુનિક ડિઝાઈનવાળી રેસ્ટોરાં પણ જોવા મળશે.
- સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમમાં જોવા મળશે, જ્યાં એરપોર્ટ પર તમને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી લઈને ચેક ઈન કરવામાં પણ કોઈ મુશ્કેલી પડશે નહીં.
- આ એરપોર્ટ દેશનું સૌથી મોટા ગ્રીનફિલ્ડમ એરપોર્ટ પ્રોજેક્ટનો ભાગ છે, જેનો રનવે 3,700 મીટર લાંબો છે. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પછી મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, જે લંડન, ટોકિયો અને ન્યૂયોર્ક જેવા શહેર માટે ઉડાન ભરશે.