આમચી મુંબઈ

પાકિસ્તાની યુવતીઓની હનીટ્રેપમાં ફસાયેલા નેવીના આ યુવકે ઘણી ગુપ્ત માહિતી શેર કરી…

મુંબઈ: હનીટ્રેપ એ એક એવી જાળ છે જેમાં ભલભલા અધિકારીઓ અને મોટા મોટા લોકો સપડાઇ જાય છે. આવા જ એક કેસની તપાસ દરમિયાન મહારાષ્ટ્ર ATSને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ અને ધરપકડ કરાયેલા આરોપી ગૌરવ અર્જુન પાટીલ વચ્ચે 900 ચેટ મળી હતી. આ ચેટ જોયા બાદ એજન્સીને જાણવા મળ્યું કે નેવલ ડોકયાર્ડમાં તાલીમાર્થી સિવિલ એપ્રેન્ટિસ તરીકે કામ કરતા ગૌરવ પાટીલે ઘણી સંવેદનશીલ માહિતી એક પાકિસ્તાની યુવતી સાથે શેર કરી હતી.

અહેવાલ અનુસાર ગૌરવ પાટીલ પીઆઈઓ એજન્ટની હની ટ્રેપમાં ફસાયો હતો. ફેસબુક પર એક પીઆઇઓ એજન્ટે પોતાનું નામ પાયલ એન્જલ રાખ્યું હતું અને તેણે ગૌરવને ટાર્ગેટ કરી અને માહિતી એકઠી કરી હતી. ગૌરવે પોતાને નેવલ શિપયાર્ડનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. પીઆઈઓ એજન્ટે ગૌરવ પાસેથીનૌકાદળ, જહાજો અને યુદ્ધ જહાજોની માહિતી એકઠી કરી હતી.


આ ઉપરાંત અન્ય પીઆઈઓ એજન્ટ આરતી શર્માએ પણ ગૌરવને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આરતીએ પોતાને દુબઈની રહેવાસી ગણાવી હતી. તેણે ફેસબુક દ્વારા જ ગૌરવનોસંપર્ક કર્યો હતો અને બાદમાં વોટ્સએપ પર વાત કરવાનું શરૂ કર્યું હતું. ગૌરવને એમ જ હતું કે તે બંને મહિલાઓને ડેટ કરી રહ્યો હતો અને તે બંને ને જલ્દી મળશે પરંતુ તેને ખબર નહોતી કે બંને પીઆઈઓ એજન્ટ છે.


પાટીલે બંને મહિલા એજન્ટો સાથે લાંબી વાતચીત કરી હતી. આ સાથે પાટીલ જે ​​માહિતી આપી રહ્યો હતો તે સાચી હોવાની ખાતરી કરવા માટે બંને મહિલાઓ સાથે મળીને કામ કરતી હતી. ગૌરવને નવેમ્બર 2022માં નેવલ ડોકયાર્ડમાં ટ્રેઇની એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તે મે 2023થી ઓક્ટોબર 2023 વચ્ચે એન્જલ અને શર્માના સંપર્કમાં હતો. ત્યારે એટીએસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ સમય દરમિયાન આ મહિલાઓને ગૌરવે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button