આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટેક્નિકલ ખામીને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ કલાકોના વિલંબ બાદ થઇ રદ, પ્રવાસીઓએ મચાવ્યો હંગામો

મુંબઇઃ મુંબઈથી કતારના દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 રવિવાર, 15 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે ટેકનિકલ કારણોસર મોડી પડી હતી, જેના કારણે મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટનો સમય સવારે 3:55નો હતો. તેમને લગભગ પાંચ કલાક સુધી એરક્રાફ્ટની અંદર રાહ જોવી પડી હતી. જોકે, ઇન્ડિગો એરક્રાફ્ટે ઘણી વખત તેના ગંતવ્ય માટે પ્રસ્થાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવિધ તક્નિકી સમસ્યાઓને કારણે આખરે તેને રદ કરવી પડી હતી.”

દરમિયાનમાં મુસાફરોને એરક્રાફ્ટમાં લાંબા સમય સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા, પણ ફ્લાઇટ શરૂ થવાના કોઇ સંકેતો નહીં જણાતા પ્રવાસીઓએ હંગામો મચાવ્યો હતો. તેમને જણાવવામાં નહોતું આવ્યું કે એન્જિનમાં ખરાબી છે. લાંબા સમય ફ્લાઇટમાં બેસાડી રાખ્યા બાદ તેમને ફ્લાઇટમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઇટના લગભગ 250 થી 300 મુસાફરોને તેમના નિર્ધારિત સ્થળે પહોંચવા અતિશય વિલંબ થયો હતો. આ દરમિયાન ફ્લાઇટ ઉપડવાની રાહ જોઇને થાકેલા મુસાફરો અને ઈન્ડિગોના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ત્યાર બાદ પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન વેઇટિંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા.

ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 ટેકનિકલ કારણોસર મોડી પડી હતી. અમારી એરપોર્ટ ટીમે અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક સહાય પૂરી પાડી છે, નાસ્તો અને જરૂરી વ્યવસ્થા પૂરી પાડી છે. એરક્રાફ્ટે ઘણી વખત તેના ગંતવ્ય માટે પ્રસ્થાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવિધ તક્નિકી સમસ્યાઓને કારણે આખરે તેને રદ કરવી પડી હતી. ગ્રાહકોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. તેમના ગંતવ્ય સ્થાન મુજબ તેમની ટિકિટ ફરીથી બુક કરવામાં આવી રહી છે. IndiGo તેના ગ્રાહકોને થયેલી અસુવિધા માટે દિલથી ક્ષમા ચાહે છે.

મુસાફરોનો આરોપ લગાવ્યો હતો કે તેમને એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર માહિતી આપવામાં આવી નહોતી અને તેમને એરપોર્ટથી બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવી નહોતી.

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…