આમચી મુંબઈમહારાષ્ટ્ર

નકલી દસ્તાવેજોથી નામ બદલવું પડ્યું ભારે, ભૂલ બની ગઇ સજા

નામનો મોહ તો ઘણાને હોય છે. લોકો તેમના નામ મનપસંદ ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ કે રાજકારણીઓના નામ પરથી રાખે એ તો ઘણી સામાન્ય વાત છે, પણ નામ બદલવાની પળોજણમાં તમે ક્યારેક ભારે મુસીબતમાં ફસાઇ શકો છો. આવો જ અનુભવ થાણેની એક મહિલાને થયો છે. થાણેની મહિલાએ ગેરકાયદેસર રીતે આધાર કાર્ડમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું. નામ બદલવાના 10 વર્ષ બાદ મહિલા કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલો આપણે એ કિસ્સો જાણીએ.

મહારાષ્ટ્રના થાણેમાંથી એક અજીબોગરીબ કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 27 વર્ષીય નગમા નૂર મકસૂદ અલી પોતાનું નામ બદલવાને કારણે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. નગમાએ 2015માં ગેરકાયદે સ્થાનિક દુકાનદારની મદદથી પોતાનું જન્મનું નામ બદલીને સનમ ખાન રાખ્યું હતું. તેને તેનું અસલી નામ ગમતું ન હતું. આ પછી, તેણે 2022 ની શરૂઆતમાં એક પાકિસ્તાની પુરુષ સાથે ઑનલાઇન લગ્ન કર્યા અને તેના પહેલા લગ્નથી જન્મેલી તેની બે પુત્રી સાથે પાકિસ્તાનના એબોટાબાદ ગઈ હતી.

ત્યાર બાદ 17 જુલાઈ, 2024 ના રોજ નગમા તેની બીમાર માતાની સંભાળ લેવા થાણે પરત આવી હતી. તેની પાકિસ્તાન મુલાકાતને કારણે અધિકારીઓએ તેના દસ્તાવેજો તપાસ્યા ત્યારે તેમાં ગેરકાયદેસરતા જોવા મળી હતી. તેથી થાણેના વર્તક નગર પોલીસ સ્ટેશને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધાર કાર્ડ મેળવવા બદલ નગમા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને 25 જુલાઈએ તેની ધરપકડ કરી હતી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તેને જામીન પર છોડવામાં આવી હતી. આ અંગે સ્થાનિક મીડિયામાં પણ ભારે હોબાળો થયો હતો અને નગમા પર “પાકિસ્તાની જાસૂસ” હોવાનો આરોપ પણ લાગી ગયો હતો. 20,000 રૂપિયા લઇને નકલી આધાર કાર્ડ બનાવી આપનાર સ્થાનિક દુકાનદાર સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘નામ બદલવાની સાચી પ્રક્રિયા એ છે કે પહેલા સમાચાર પત્રમાં ગેઝેટ સૂચના આપવી પડે છે. જો કે, નગ્માએ તેમ કર્યા વિના જ તેના નવા દસ્તાવેજોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં પાસપોર્ટ માટે અરજી કરવાનો પણ સમાવેશ થાય છે. તે પાકિસ્તાન ગઈ હોવાથી, તેના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને આ રીતે ગેરકાયદેસરતા શોધી કાઢવામાં આવી હતી.’

હકીકતમાં પાસપોર્ટ, આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવા માટે સૌથી પહેલા તેના સમર્થનમાં સમાન નામ, સરનામા વગેરે સાથેના દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો બનાવટી રહેઠાણ પ્રમાણપત્રોનો ઉપયોગ કરે છે અને સ્થાનિક કાઉન્સિલર કે વિધાનસભ્ય પાસે તેની ટ્રુ કોપી કરાવવાની હોય છે. ત્યાર બાદ તેના પર નામ, સરનામુ અને જન્મ તિથિ લખવામાં આવે છે.

નગમાના સનમ ખાનના નામે દસ્તાવેજો બનાવવા માટે સ્થાનિક દુકાનદારે પણ આ જ રીત અપનાવી હતી. તેણે લોકલ કોર્પોરેટર પાસે સનમ ખાનનું જન્મ પ્રમાણપત્ર વેરિફાઈ કરાવ્યું હતું. તેના આધારે તેણે સનમ ખાનના નામે પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ મેળવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો…