ગુટકા પ્રતિબંધના કડક અમલ એમસીઓસીએ (MCOCA) હેઠળ કેસ નોંધાશે...
આમચી મુંબઈ

ગુટકા પ્રતિબંધના કડક અમલ એમસીઓસીએ (MCOCA) હેઠળ કેસ નોંધાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં ગુટકા અને પાન મસાલા ઉત્પાદનોની હેરફેર અને વેચાણ થઈ રહ્યું હોવાથી, કાયદા અને ન્યાય વિભાગ તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગનાઈસ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાગુ કરવા બાબતે વિધારધીન હોવાનું અન્ન અને ઔષધ પ્રધાન નરહરિ ઝિરવાલ વિધાન પરિષદમાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું.

નરહરિ ઝિરવાલે વિધાનસભા પરિષદમાં કહ્યું કે વર્તમાન કાયદો ફક્ત એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે અને 2012 થી એવી પ્રથા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. રાજ્યભરમાં અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે અત્યાર સુધી 450 કરોડ રુપિયાથી વધુ કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને દસ હજારથી વધુ કેસ નોંધાયા છે.

મંત્રી શ્રી ઝિરવાલે જણાવ્યું હતું કે અન્ન અને ઔષધ વહીવટ વિભાગમાં માનવશક્તિની અછત એક મોટી સમસ્યા છે. જોકે, હવે નવા ઉમેદવારોને તાલીમ માટે મોકલવામાં આવ્યા છે, આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને ગુટકા પ્રતિબંધ યોજનાને મોટા પાયે અસરકારક રીતે અમલમાં મૂકવાનું શક્ય બનશે.રાજ્યમાં કેટલાક સ્થળોએ, ખાસ કરીને બોર્ડર વિસ્તારોમાં, આ પદાર્થોના વધતા વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરતાં, તેમણે એમ પણ કહ્યું કે ગુટકાના વેચાણનું ઈન્સ્પેકશન કરવા માટે દહિસર, મુલુંડ, મલાડ જેવા વિસ્તારોમાં તપાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button