Top Newsઆમચી મુંબઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંજય રાઉતને કહ્યું ‘ગેટ વેલ સૂન’…

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતને ઝડપથી સારા થવાની અને સારા આરોગ્યની શુભકામના આપી હતી. 
અહીં ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે બે મહિના સુધી આરોગ્યના કારણસર જાહેર જીવનથી બે મહિનાનો અવકાશ લેવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાાં કહ્યું હતું કે ‘તમારા ઝડપથી સારા થવા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરું છું, સંજય રાઉતજી.’
 
 
 
 


