આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાંદેડમાં મંદિરમાં ઉત્સવ વખતે ભોજન આરોગ્યા બાદ 90 જણ હોસ્પિટલભેગા

મુંબઈ: નાંદેડ જિલ્લામાં મંદિરમાં ઉત્સવ દરમિયાન ભોજન આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં 90 લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નાયગાંવ ખાતે બુધવારે સાંજે આ ઘટના બની હતી. શિવ મંદિરમાં ઉત્સવ વખતે બહાર ભાવિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમને ભોજનમાં આંબિલ અને ખીર પણ આપવામાં આવી હતી. જોકે આંબિલ ખાધા બાદ ભાવિકોને ચક્કર આવવા સાથે ઊલટી થવા લાગી હતી.

આ પણ વાંચો: ચેતજો, Maggi ખાધા બાદ 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ

અમુક ભાવિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોેકે મોડી સાંજ સુધીમાં ફૂડ પોઇઝનિંગની વધુ ફરિયાદો આવી હતી.


રાત સુધીમાં 90 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તેમને વિવિધ હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તમામની હાલત સ્થિર છે અને તેઓ જોખમથી બહાર છે.


દરમિયાન બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button