આમચી મુંબઈ
નાનાચોકના એસ્કેલેટર ફક્ત ‘શોભાના ગાંઠિયા’

(જયપ્રકાશ કેળકર)
મુંબઈ: મુંબઈના તમામ સ્કાયવૉક પર એસ્કેલેટરની સુવિધા પૂરી પાડવાની પાલિકાની યોજના છે અને હાલમાં જોગેશ્ર્વરી અને દક્ષિણ મુંબઈના નાનાચોક ખાતેના સ્કાયવોકમાં એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં પાલિકા યોજનાઓ બનાવે છે, પરંતુ તેની સામે ધ્યાન ન આપતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નાનાચોક ખાતેના સ્કાયવોક પર જે એસ્કેલેટર બેસાડવામાં આવ્યું છે તે છેલ્લા એક વર્ષથી બંધ છે જેથી પ્રવાસીઓને નાછૂટકે દાદરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ પરથી પાલિકાના રેઢિયાળ કારભારનો અંદાજ લગાવી શકાય છે.