મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના નામ જાહેર
મુંબઇ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે શિવસેના યુબીટી જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અંધેરીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.
કોંગ્રેસના સંજય નિરુપમ આ સીટ પર સતત દાવો કરી રહ્યા હતા, પરંતુ મહાવિકાસ આઘાડીમાં સીટોની
વહેંચણી નક્કી થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ અમોલ કીર્તિકરના નામની જાહેરાત કરી છે.
એમવીએમાં બેઠકોની વહેંચણીની જાહેરાત થઇ એ પહેલા ગઠબંધનના ઘટક પક્ષો પોતપોતાના પક્ષ વતી કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા હતા અને સહયોગી પક્ષ પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા હતા. એમવીએના ઘટક પક્ષોમાં શિવસેના-યુબીટી, કોંગ્રેસ અને એનસીપી-શરદચંદ્ર પવાર પાર્ટીનો સમાવેશ થાય છે. સીટોની વહેંચણી નક્કી થયા બાદ શિવસેના યુબીટી, કોંગ્રેસ અને એનસીપી શરદ પવારની પાર્ટીએ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શિવસેનાએ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી અમોલ કીર્તિકરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
શિવસેના યુબીટીએ દક્ષિણ મુંબઇની બેઠક પરથી અરવિંદ સાવંતને અને અકોલાથી વીબીએ પાર્ટીના પ્રકાશ આંબેડકરને મેદાનમાં ઉતાર્યા છે. શરદ પવારની પાર્ટીએ સુપ્રિયા સુળેને બારામતીથી અને અમોલ કોલ્હેને શિરુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે સોલાપુરથી પરિણીતી શિંદે, હિંગોલીથી પ્રજ્ઞા સાતવ અને ચંદ્રપુર સીટથી પ્રતિભા ધાનોરકરને ઉમેદવાર બનાવ્યા છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી સીટ વહેંચણીને લઇને પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
હાલમાં કેટલીક બેઠકોની વહેંચણી નક્કી કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ઉદ્ધવ જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ
મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠકને લઈને મહાવિકાસ આઘાડી ગઠબંધન (ઉદ્ધવ જૂથ, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ઉદ્ધવ જૂથ દ્વારા શનિવારે અમોલ કીર્તિકરને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ઉદ્ધવ જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન ઉદ્ધવ જૂથના આનંદ દુબેએ પોતાની પાર્ટીનો બચાવ કરતાં કૉંગ્રેસના નેતા સંજય નિરુપમ પર ટીકા કરી હતી.
આનંદ દુબેએ કહ્યું હતું કે 2019માં શિવસેનાએ ઉત્તર-પશ્ચિમ મુંબઈથી ચૂંટણી લડીને જીત મેળવી હતી, જેથી આ બેઠક પર અમારો અધિકાર છે. સંજય નિરુપમ 2014 અને 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેમની પાસે કૉંગ્રેસનો કોઈ પણ પોર્ટફોલિયો નથી જેને લીધે તેમને ઈન્ડિયા ગઠબંધનની ઇવીએમ બેઠકમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. મુંબઈની આ બેઠક પર સંજય નિરુપમ ફરી લડવા માગે છે તો તેમણે આ બાબત સોશિયલ મીડિયા પર કહેવાને બદલે કૉંગ્રેસ સાથે વાત કરવી જોઈએ.
ઉદ્ધવ જૂથ દ્વારા કીર્તિકરને ઉમેદવાર જાહેર કરતાં સંજય નિરુપમે તેનો વિરોધ કરીને બેઠકની વહેંચણી કર્યા છતાં ઉદ્ધવ જૂથે ઉમેદવારી જાહેર કરી છે, એવો આરોપ કર્યો હતો. મહાવિકાસ આઘાડીની અનેક બેઠક થયા છતાં બેઠકની વહેંચણીને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. મહારાષ્ટ્રમાં આઠથી નવ બેઠક એવી છે જેના પર ચર્ચા ચાલી રહી છે, જેમાંથી મુંબઈની આ સીટ પણ છે. ઉદ્ધવ ઠાકરે બચેલી શિવસેનાના અધ્યક્ષ છે, એવું પણ નિરુપમે કહ્યું હતું. ઉ