આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાલાસોપારામાં રૂ. 57.5 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં રૂ. 57.5 લાખની કિંમતના કોકેઇન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે 44 વર્ષના નાઇજીરિયનની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે નાલાસોપારાના પ્રગતિ નગર વિસ્તારમાં આવેલી રહેણાક ઇમારતમાં શુક્રવારે રેઇડ પાડી હતી અને ઇઝે ફ્રાન્સિસ ઍના નામના નાઇજીરિયનને પકડી પાડ્યો હતો, એમ તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આરોપી પાસેથી રૂ. 13.3 લાખની કિંમતનું 133 ગ્રામ કોકેઇન અને રૂ. 44.2 લાખની કિંમતનું 442 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવાનો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button