Nagpur hit n run: આરટીઓએ કર્યું કારનું ઈન્સ્પેક્શન, ઘટનાનું કૉંગ્રેસ કનેક્શન બહાર આવ્યું…
નાગપુરઃ મહારાષ્ટ્રના રાજકીય રીતે ખૂબ જ મહત્વના નાગપુર શહેરમાં બનેલી ઑડી હીટ એન્ડ રનની ઘટનામાં અમુત તથ્યો બહાર આવતા મામલો વધારે ગરમાયો છે. કારમાં બેઠેલા એક વ્યક્તિનું કૉંગ્રેસ કનેક્શન બહાર આવ્યાની માહિતી મળી છે.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રોના થાંભલા સાથે બસ અથડાઇ
શહેરના રામદાસપેઠમાં ઓડી કાર હિટ એન્ડ રન કેસમાં બહાર આવેલ માહિતી મજબ, આરટીઓ અધિકારીઓએ ઓડી કારની તપાસ કરી છે. આરટીઓ અધિકારીઓ અને પોલીસની સંયુક્ત ટીમે સીતાબર્ડી પોલીસ સ્ટેશનમાં રખાયેલી ઓડી કારનું નિરીક્ષણ કર્યું હતું. મહાવિકાસ આઘાડીના વિવિધ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે અકસ્માત સમયે ઓડી કાર ખૂબ જ સ્પીડમાં હતી. જેના અનુસંધાને આરટીઓના અધિકારીઓએ ઓડી કારની તપાસ કરી હોવાની માહિતી સામે આવી છે.
આરટીઓ અધિકારીઓએ માહિતી આપી હતી કે કારની ઝડપ વધારે હોવાના આરોપમાં કોઈ સત્ય નથી. અકસ્માત સમયે વાહનની સ્પીડ વધુ નહોતી, અમારી તપાસ મુજબ ઓડી કારમાં જે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે તેના આધારે એવું જણાય છે કે અકસ્માત સમયે તેની સ્પીડ ૬૦ ની આસપાસ હશે. તેમજ અકસ્માત થવા છતાં કારની એરબેગ ખૂલી નહોતી. અસર ઓછી હોય ત્યારે એરબેગ ખૂલતી નથી. કાર પર નંબર પ્લેટ કેમ નહોતી આ અંગે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે અમે કોરાડીમાંથી કાર કબજે કરી તે સમયે કાર પર નંબર પ્લેટ હતી. કારને પોલીસ સ્ટેશને લાવવામાં આવી ત્યારે પણ નંબર પ્લેટ હતી. જો કે અકસ્માતના કારણે નંબર પ્લેટ ઢીલી થઇ ગઈ હતી. નંબર પ્લેટ કાઢીને કારની ડિકીમાં મૂકી હતી જેથી તે ખોવાઈ ન જાય. અમે નંબર પ્લેટ જપ્ત કરી લીધી છે.
અકસ્માત સમયે ઓડી કાર ચલાવી રહેલા અર્જુન હાવરેના પિતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જીતેન્દ્ર હાવરે કોંગ્રેસના પદાધિકારી છે. ઉપરાંત, તેઓ એકવાર કોંગ્રેસની ટિકિટ પર નાગપુરના ખામલા વિસ્તારમાંથી મ્યુનિસિપલ ચૂંટણી લડ્યા હતા. જો કે કેટલાક સમયથી તેઓ રાજકારણમાં સક્રિય નથી. તેથી હવે નાગપુરમાં ઓડી કાર હિટ એન્ડ રન અકસ્માતમાં કોંગ્રેસનું કનેક્શન બહાર આવ્યું છે અને આ અકસ્માતમાં પણ જાણે પક્ષો પડદા પાછળ એક છે તેમ કહેવાઈ રહ્યું છે.