શેરબજારમાં નુકસાન જતાં કોન્સ્ટેબલે રાઇફલમાંથી પોતાને ગોળી મારી…
નાગપુર: શેરબજારમાં નુકસાન જતાં હેડ કોન્સ્ટેબલે શનિવારે સર્વિસ રાઇફલમાંથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : BMCના આ સાહેબોની ચૂંટણી હજુ પૂરી થઈ નથી, ફરજ પર પાછા ન ફરતા પાલિકાએ દંડો ઉગામ્યો
સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવ્યા બાદ 2023થી થાણે ગ્રામીણ પોલીસમાં 2023થી કાર્યરત વિશાલ તુમસારે (50)એ હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં વૃંદાવન વિસ્તારમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના ઘરની બહાર ગાર્ડ ડ્યૂટી દરમિયાન શનિવારે વહેલી સવારે સર્વિસ રાઇફલમાંથી પોતાને ગોળી મારી હતી.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હર્ષ પોદ્દાર ઘાયલ કોન્સ્ટેબલને તાત્કાલિક એઇમ્સ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. કોન્સ્ટેબલની હાલત નાજુક હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ
પોદ્દારે કહ્યું હતું કે ગાર્ડના એન્ટ્રી રજિસ્ટરમાં મળેલી ચીઠ્ઠીમાં જણાવવામાં આવ્યું હતું કે શેરબજામાં નુકસાન જવાથી પોતે આ પગલું ભરી રહ્યો છે. (પીટીઆઇ)