મુંબઈ: શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસમાં જનમટીપની સજા પામેલા અને પેરોલ પર છૂટી ફરાર થયેલા ગેન્ગસ્ટર અરુણ ગવળી ગેન્ગના સાગરીતને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે ઘનસોલી વિસ્તારમાં છટકું ગોઠવીને નરેન્દ્ર લાલમની ગિરિ (39)ને ઝડપી પાડ્યો હતો. આરોપી નરેન્દ્રને બાદમાં તુર્ભે પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. માર્ચ, 2008માં ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં આવેલા નિવાસે જામસાંડેકરની ગોળી મારી હત્યા કરાઇ હતી. આ કેસમાં મહારાષ્ટ્ર ક્નટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ લગાવાયો હતો. સેશન્સ કોર્ટે આ કેસમાં અરુણ ગવળી અને નરેન્દ્ર ગિરિ સહિત 11 આરોપીને જનમટીપની સજા ફટકારી હતી. આરોપી નરેન્દ્ર ગિરિને કોલ્હાપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન 11 નવેમ્બર, 2023થી 30 જાન્યુઆરી, 2024 સુધી ગિરિના મંજૂર થતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. જોકે તે બાદમાં પાછો જેલમાં ન ફરતા ફરાર થઇ ગયો હતો. આથી તેની વિરુદ્ધ તુર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉ
