વિરોધ નથી, ફક્ત રાજકારણ છે, તમે શિવાજી માટે શું કર્યું? ભાજપ
મુંબઈ: વિપક્ષો દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે કે ‘જૂતા મારો’ આંદોલન યોજવામાં આવ્યું તેની ટીકા કરતા ભાજપે આ આંદોલન રાજકીય હેતુથી પ્રેરિત હોવાનો આરોપ મૂક્યો હતો. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે પ્રકરણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુદ્ધાં માફી માગી ચૂક્યા હોવા છતાં આંદોલન કરવામાં આવી રહ્યું હોવા અંગે ભાજપે પ્રશ્ર્ન ઊભો કર્યો હતો.
આ પણ વાંચો: Maharashtra:શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનામાં મોટી કાર્યવાહી, આરોપી ચેતન પાટીલની ધરપકડ
પત્રકાર પરિષદ સંબોધતા ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો દ્વારા આંદોલન યોજવામાં આવ્યું છે.
મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજ માટેનો વિપક્ષોનો આ પ્રેમ ફક્ત દેખાડો અને ઉપરછલ્લો હોવાનું જણાવતા ભાજપે સવાલ કર્યો હતો કે શું વિપક્ષો સોનિયા ગાંધીએ 1984ના શીખ વિરોધી રમખાણો અંગે આપેલા નિવેદન અને જવાહરલાલ નેહરુએ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ કરવા માટે આવું જ આંદોલન કરશે?
આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં
રાફેલ પ્રકરણનો ઉલ્લેખ કરતા ભાજપે પ્રશ્ર્ન કર્યો હતો કે રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ પણ માફી માંગી હતી. શું મહાવિકાસ આઘાડી તેમણે માગેલી માફી માટે પણ આવું વિરોધ પ્રદર્શન કરશે? શું ભાજપે માફી માગી તે પૂરતું નથી?
આ ઉપરાંત કૉંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના દ્વારા વિાજી મહારાજનો વારસો સાચવવા માટે કે તેમના ગઢ અને કિલ્લાઓની જાળવણી માટે કોઇપણ પગલાં ન લેવામાં આવ્યો હોવાની ટીકા પણ ભાજપે કરી હતી.