આમચી મુંબઈમહારાષ્ટ્ર

MVA જીત્યું તો નક્કી આ યોજનાઓ બંધ થશેઃ ભાજપના પ્રદેશપ્રમુખે ભવિષ્ય ભાખ્યું

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું કે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મત આપવાથી મહિલા કેન્દ્રિત મુખ્ય મંત્રી લાડકી બહેન યોજના, કેન્દ્રની ખાદ્ય સુરક્ષા યોજના અને ખેડૂતોને મફત વીજળી બંધ કરવામાં આવશે.

એક ન્યૂઝ કોન્ફરન્સને સંબોધતા, બાવનકુળેએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હારના ભયથી મહાવિકાસ અઘાડી (MVA) આ યોજનાનો વિરોધ કરે છે. કોંગ્રેસે લાડકી બહેન યોજનાને રોકવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને કોઈ રાહત મળી નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ

લાડકી બહેન યોજના, એકનાથ શિંદે સરકારની મુખ્ય પહેલ છે, જેમાં પાત્ર મહિલાઓને દર મહિને રૂ. ૧,૫૦૦ ચૂકવવામાં આવશે અને સહાયનો પ્રથમ હપ્તો ૧૭ ઓગસ્ટના રોજ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે.

રાજ્ય સરકારે ખેડૂતોના વીજળીના બિલ માફ કરવા તેમજ મહિલાઓને ત્રણ મફત સિલિન્ડરનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરતા, બાવનકુળે એ કહ્યું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને વિધાનસભાની ચૂંટણીમાં હારનો ડર છે કારણ કે તેઓ જાણે છે કે આ યોજના જ્યાં સુધી મહાયુતિ સત્તામાં છે ત્યાં સુધી કાયમી રહેશે. ગયા અઠવાડિયે ઠાકરેએ કહ્યું હતું કે લાડકી બહેન યોજનાનો ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મતદારોને લાંચ આપવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button