આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવસેના અને કૉંગ્રેસ વચ્ચે મનમેળ સધાયોઃ એમવીએની પહેલી યાદીનું મૂહુર્ત નક્કી થયું!

મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થઈ, પરંતુ મહાયુતી કે મહાગઠબંધન ક્યા કેટલી બેઠકો પર લડવાનો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ માત્ર આપણને ખબર નથી તેમ નથી, ખુદ પક્ષના નેતાઓ અને ટિકિટ ઈચ્છુકો પણ રાહ જોઈને બેઠા છે કે અમારી અપેક્ષિત બેઠક કોના હાથમાં આવી છે.

આ પણ વાંચો : ભાજપની પહેલી યાદીમાં 11 નવા ચહેરા, પણ મોટેભાગે નેતાઓના પરિવારજનોને ટિકિટ

આ બધા વચ્ચે માત્ર ભાજપ આગળ નીકળી ગયું અને તેમણે ગઈકાલે એકસાથે 99 ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી દીધી. હવે તમામ પક્ષના નેતાઓ રાહ જોઈને બેઠા છે કે અમારા પક્ષની યાદી ક્યારે બહાર પડશે. મહાયુતી કરતા વધારે ચિંતા મહાવિકાસ આઘાડીના ઈચ્છુકોને છે કારણ કે શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી મામલે સમન્વય સધાતો જ નથી. બન્ને વિદર્ભની અમુક બેઠકો માટે જીદે ચડ્યા છે.

જોકે હાલમાં મળી રહેલા અહેવાલો અનુસાર શરદ પવારે મધ્યસ્થી કરતા બન્ને વચ્ચે સમાધાન થયું છે. એનસીપીના નેતા જયંત પાટીલ આજ માતોશ્રી ગયા હતા અને તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શરદ પવારનો સંદેશ આપ્યો હોવાનું કહેવાય છે.

હવે જ્યારે બન્ને પક્ષ વચ્ચે સમન્વય સધાયો છે ત્યારે જાણવા મળ્યું છે કે આવતીકાલે એમવીએના પક્ષો પોતાની પહેલી યાદી જાહેર કરશે. આવતીકાલે શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર) અન કૉંગ્રેસ પોતાની પહેલી યાદી બહાર પાડે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : મુંબઈમાં ભાજપનો હાથ ઉપર, જાણો શિંદે જૂથને કેટલી મળી સીટ

આ સાથે મહાયુતીના બીજા બન્ને પક્ષો એકનાથ શિંદે (શિવસેના) અને અજિત પવાર (એનસીપી) આજકાલમાં પોતાની યાદી બહાર પાડશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker