loksabha સંગ્રામ 2024આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

એમવીએ અને મહાયુતીમાં ફાયનલ થયું સિટ શેરિંગ? કોના ભાગે શું આવ્યું જાણો…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ એકાદ બે દિવસમાં જ બેઠકો બોલાવી મહારાષ્ટ્રની બધી રાજકીય પાર્ટીઓએ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ તૈયારીમાં સૌથી મહત્વની કસરત હતી સિટ શેરિંગ. 2019ની ચૂંટણી બાદ રાજકારણના બદલાયેલા સમીકરણો અને 2021માં આવેલી ઉથલપાથલો બાદ રાજ્યમાં બે મોટા ગઠબંધન બની ગયા છે અને ત્રણ ત્રણ પક્ષના આ ગઠબંધનોએ 288 બેઠકની વહેંચણી કરવાની છે. ભાજપ સાથે એનસીપી અને શિવેસનાનો એક ભાગ અને કૉંગ્રેસ સાથે પણ શિવેસના અને એનસીપીનો એક ભાગ ભળી ગયો છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) અને મહાયુતી એમ બે ગઠબંધન છે અને બન્ને બેઠકોની વહેંચણીની કડાકૂટમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બન્ને વચ્ચે સમાધાન થયું છે અને બેઠકોની વહેંચણી નક્કી થઈ છે. જોકે હજુ સત્તાવાર કોઈ માહિતી નથી, પરંતુ નજીક આવતી ચૂંટણીની તારીખને જોતા એકાદ દિવસમાં યાદી જાહેર થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : ઈલેક્શન સ્પેશિયલ 2: હિંગણા બેઠક માટે એમવીએમાં ખેંચાખેંચી, ભાજપે કર્યો આ દાવો…

શું છે એમવીએની ફૉર્મ્યુલા

કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુબીટી)ની ત્રિપુટી 2019 પછી અસ્તિત્વમાં આવી છે. જોકે તે સમયે શિવસેના અને એનસીપીના ભાગલા પડ્યા ન હતા. હવે બન્નેની તાકાત વહેંચાઈ ગઈ છે ત્યારે કૉંગ્રસે જ મોટો ભાઈ બનીને ઉભરી આવ્યો છે. આમ પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હોવાથી કૉંગ્રેસે મનનું ધાર્યું કર્યું હોય તેમ લાગે છે. સૂત્રોનું માનીએ કૉંગ્રેસ 110-115 જેટલી બઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે જ્યારે ઉદ્ધવસેના 90થી 95 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે. આશ્ચર્યજનક રીતે શરદ પવારની એનસીપીના હાથમાં 75 આસપાસ બેઠક આવે તેમ કહેવાય છે.

મહાયુતીમાં કોને કેટલી બેઠક

ભાજપ અને શિવસેના (એકનાશ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ની મહાયુતીની બેઠકોની વહેંચણીની વાત કરીએ તો ભાજપ 145-150 બેઠક પર ચૂંટણી લડશે જ્યારે શિંદેસેના 70થી 80 અને એનસીપી 50થી 54 બેઠક પર ચૂંટણી લડશે.

ભાજપની બેઠકમાંથી આઠવલેની રિપબ્લિકનને અમુક બેઠક મળે તેવી સંભાવના છે. ભાજપમાં જોડાયા ત્યારે શિંદે 40 અને અજિત પવાર 43 વિધાનસભ્ય સાથે જોડાયા હતા, પરંતુ લોકસભામાં એનસીપીના ખૂબ જ ખરાબ પર્ફોમન્સ અને અજિત પવારના પત્નીને રાજ્યસભાની બેઠક મળી હોવાથી વિધાનસભામાં અજિત પવારને ભાગે સૌથી ઓછી બેઠક આપી હોવાનુ માનવામાં આવે છે.

જોકે બન્ને પક્ષો આ મામલે સત્તાવાર જાહેરાત કરતા નથી, આથી ખરેખર સ્થિતિ શું છે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : Assembly Election: મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવાનો વિપક્ષના નેતાઓનો દાવો…

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker