આમચી મુંબઈમહારાષ્ટ્ર
એમવીએના નેતાઓ મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા, વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ માગ્યું…

મુંબઈ: મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને વિપક્ષી ગઠબંધનમાંના એક ઘટક પક્ષ માટે ડેપ્યુટી સ્પીકરનું પદ માગ્યું હતું.
નેતાઓએ ફડણવીસને કહ્યું કે વિપક્ષ વિધાનસભાના સ્પીકરને બિનહરીફ ચૂંટવાની મંજૂરી આપશે પરંતુ શાસક પક્ષ પણ પ્રોટોકોલનું પાલન કરે અને તેમને ડેપ્યુટી સ્પીકરનું પદ આપે તેવી અપેક્ષા રાખે છે.
આ પણ વાંચો : રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા: ઔપચારિક જાહેરાત આજે
મહા વિકાસ આઘાડી શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ની બનેલી છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે કર્યું હતું.
બાદમાં, એમવીએના નેતાઓએ વિધાનસભામાં ફ્લોરની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી.