પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની ધરપકડ…
પુણે: પુણેમાં આયોજિત મ્યુઝિકલ કોન્સર્ટમાં હાજર 36 લોકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદ મળતાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 14 મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યા હતા.
કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
પોલીસના જણાવ્યા મુજબ 18 ઑક્ટોબરે પુણેના ખર્ડી પરિસરમાં આવેલા એક મેદાનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ચોરીની ઘટના બની હતી. મુંબઈ અને હૈદરાબાદની ચોર ટોળકી મ્યુઝિક કોન્સર્ટમાં આવનારા દર્શકોના મોબાઈલ ફોન અને કીમતી વસ્તુઓ પર હાથફેરો કરવા પુણે પહોંચી હતી.
આ પણ વાંચો : ઓન-ડ્યુટી પોલીસ પર હુમલોઃ પિતા-પુત્રને એક વર્ષની જેલની સજા…
આ પ્રકરણે 20 વર્ષના યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે ચંદન નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. મ્યુઝિકલ કોન્સર્ટ જોવા આવેલા લોકોની ભીડમાંથી યુવકનો મોબાઈલ ફોન ચોરાયો હતો. મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવવા અન્ય કેટલાક લોકો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. 4.87 લાખની કિંમતના 36 મોબાઈલ ચોરાયા હતા.
આ પણ વાંચો : વસઈની દુકાનમાંથી ચાલતું હતું સાયબર ક્રાઈમ રૅકેટ: બે પકડાયા…
પોલીસે કોન્સર્ટના સ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મળેલી માહિતીને આધારે હૈદરાબાદ અને મુંબઈથી ચાર જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)