આમચી મુંબઈમહારાષ્ટ્ર

કલ્યાણમાં ચોપરના ઘા ઝીંકી યુવાનની હત્યા: ચાર પકડાયા…

થાણે: કલ્યાણમાં જૂની અદાવતને પગલે ચોપરના ઘા ઝીંકી યુવાનની કથિત હત્યા કરવા પ્રકરણે પોલીસે ચાર શકમંદની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ

કોલસેવાડી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સુજલ જાધવ, ભાવેશ શિંદે, દિનેશ લંકા અને અજિત ખાડે તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ સોમવારની મધરાતે કલ્યાણ પૂર્વના લક્ષ્મીનગર પરિસરમાં બનેલી ઘટનામાં મૃતકની ઓળખ અયુબ શેખ તરીકે થઈ હતી. શેખ અને આરોપી વચ્ચે જૂની દુશ્મનાવટ હતી અને મામલતાની પતાવટને બહાને તેને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો.

કહેવાય છે કે ચર્ચા દરમિયાન સમાધાન થવાને બદલે વાત વણસતાં આરોપીએ શેખ પર હુમલો કર્યો હતો. ચોપરના ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવતાં શેખનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટના સમયે શેખ સાથે તેના બે મિત્ર પણ હાજર હતા. મિત્રોની ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ચારેય આરોપીને પકડી પાડ્યા હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button