નાશિકના રો હાઉસમાંથી દંપતી અને10 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા... | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાશિકના રો હાઉસમાંથી દંપતી અને10 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા…

નાશિક: નાશિક શહરેના એક રો હાઉસમાંથી દંપતી અને તેમની 10 વર્ષની પુત્રીના મૃતદેહ મળી આવ્યા હોઈ પુત્રીની હત્યા બાદ દંપતીએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સરાફ નગર સ્થિત ગગનદીપ રો હાઉસમાં રહેતા વિજય માણિકરાવ સહાને (41), તેની પત્ની જ્ઞાનેશ્ર્વરી સહાને (32) અને પુત્રી અનન્યા સહાનેના મૃતદેહ મંગળવારની સાંજે મળી આવ્યા હતા.

વિજયના પિતા કામ નિમિત્તે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. સાંજે પિતા ઘરે પાછા આવ્યા ત્યારે દરવાજો અંદરથી લૉક હતો. દરવાજો વારંવાર ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. એ સિવાય ફોન કરવા છતાં વિજય કે તેની પત્ની કૉલ રિસીવ કરતી નહોતી. વિજયના પિતાએ પડોશીઓને આ અંગે જાણ કરી હતી.

પડોશીઓ દ્વારા પોલીસને માહિતી આપવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બળપૂર્વક દરવાજો તોડ્યો હતો. ઘરમાંથી સીલિંગ ફેન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળ્યા હતા, જ્યારે બેડ પરથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસને શંકા છે કે બાળકીની ગળું દબાવીને હત્યા કર્યા પછી દંપતીએ આત્મહત્યા કરી હશે. દંપતીના આવા પગલા લેવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ઘટનાની નોંધ કરી ઈન્દિરા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Back to top button